સ્પોર્ટસ

BCCI એ પુરૂષ અને મહિલા ક્રિકેટ ટીમના શેડ્યુલમાં કર્યા ફેરફાર: જાણો કઈ મેચ ક્યાં રમાશે

મુંબઈ: આ વર્ષાના અંતમાં વેસ્ટઇન્ડીઝ અને સાઉથ આફ્રિકાની ક્રિકેટ ટીમ ભારતના પ્રવાસ પર આવવાની છે. ભારતીય ટીમ ઓક્ટોબરમાં વેસ્ટ ઇન્ડીઝ સામે બે ટેસ્ટ મેચની સિરીઝ (IND vs WI Test Series) રમશે. આ પછી, ભારતીય ટીમ નવેમ્બર-ડિસેમ્બરમાં સાઉથ આફ્રિકા (IND vs SA) સામે બે ટેસ્ટ, ત્રણ વનડે અને પાંચ T20 મેચની સિરીઝ રમશે. બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડિયા(BCCI) એ બંને સિરીઝના શેડ્યુલમાં કેટલાક ફેરફાર કર્યા છે.

અગાઉના શેડ્યુલ મુજબ વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ સિરીઝની બીજી મેચ 10 ઓક્ટોબરથી કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાવાની હતી, પરંતુ અપડેટ કરેલા શેડ્યુલ મુજબ, આ મેચ હવે નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાશે.

ત્યારબાદ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની પહેલી ટેસ્ટ 14 નવેમ્બરથી નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમવાની હતી, પરંતુ હવે તેને કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે શિફ્ટ કરવામાં આવી હતી. બાકીની મેચોના શેડ્યુલમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

વેસ્ટ ઈન્ડિઝનો ભારત પ્રવાસ:
પ્રથમ ટેસ્ટ: 2 થી 6 ઓક્ટોબર, અમદાવાદ
બીજી ટેસ્ટ: 10 થી 14 ઓક્ટોબર, નવી દિલ્હી

સાઉથ આફ્રિકાનો ભારત પ્રવાસ:
પ્રથમ ટેસ્ટ: 14 થી 18 નવેમ્બર, કોલકાતા
બીજી ટેસ્ટ: 22 થી 26 નવેમ્બર, ગુવાહાટી

પ્રથમ વનડે: 30 નવેમ્બર, રાંચી
બીજી વનડે: 3 ડિસેમ્બર, રાયપુર
ત્રીજી વનડે: 6 ડિસેમ્બર, વિશાખાપટ્ટનમ

પ્રથમ ટી20: 9 ડિસેમ્બર, કટક
બીજી ટી20: 11 ડિસેમ્બર, મુલ્લાનપુર

ત્રીજી ટી20: 14 ડિસેમ્બર, ધર્મશાલા
ચોથી ટી20:17 ડિસેમ્બર, લખનઉ
પાંચમી ટી20: 19 ડિસેમ્બર, અમદાવાદ

આ પણ વાંચો – જે કામ બીસીસીઆઈએ નથી કર્યું એ ઑસ્ટ્રેલિયા કરશે, વિરાટ-રોહિતને આપશે ફેરવેલ

મહિલા ટીમના શેડ્યુલમાં પણ ફેરફાર:

ભારતીય મહિલા ટીમ ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ સામે ત્રણ મેચની ODI સિરીઝ રમવાની છે. તેના શેડ્યુમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. પહેલા બે ODI મેચ ચેન્નઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમમાં યોજાવાની હતી, પરંતુ હવે તેને મુલ્લાનપુર ખસેડવામાં આવી છે. MA ચિદમ્બરમ સ્ટેડિયમના આઉટફિલ્ડ અને પીચોના રીનોવેશનને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ODI સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં યોજાશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button