BCCIએ Central Contractની યાદી જાહેર કરીઃ ઈશાન-ઐય્યરને આપ્યો આંચકો
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ પોતાના વાર્ષિક સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ (Central Contract)ની જાહેરાત કરી છે, જેમાં ઈશાન કિશન, શ્રેયસ ઐય્યરને જોરદાર ઝટકો લાગ્યો છે. ગ્રેડ એ પ્લસ કેટેગરીમાં રોહિત શર્માને રાખ્યા છે. ગ્રેડ એ પ્લ કેટેગરીમાં રોહિત શર્મા સિવાય વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાનો સમાવેશ થાય છે. એ ગ્રેડમાં રવિચંદ્રન અશ્વિન, મહોમ્મદ શમી, મહોમ્મદ સિરાજ, કેએલ રાહુલ, શુભમન ગિલ અને હાર્દિક પંડ્યાનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, ગ્રેડ બીમાં સૂર્ય કુમાર યાદવ, રિષભ પંત, કુલદીપ યાદવ, અક્ષર પટેલ સહિત યશસ્વી જયસ્વાલનો સમાવેશ થાય છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે તેના વાર્ષિક સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી હતી, જેમાં આકાશ દીપક, વિજય કુમાર વિશાક, ઉમરાન મલિક, યશ દલાલ અને વિદ્વત કવેરપ્પાને બોલિંગના કરારમાં સામેલ કર્યાં છે.
આ અગાઉ કોન્ટ્રાક્ટમાં શ્રેયસને બી અને ઈશાનને સી કેટેગરીમાં રાખવામાં આવ્યો છે, જેમાં શ્રેયસને વર્ષના ત્રણ અને ઈશાન કિશનને એક રુપિયા મળતા હતા. આમ છતાં તેમને એનું નુકસાન થયું છે.
આ બંને સિવાય એ ગ્રેડમાંથી રિષભ પંત અને અક્ષર પટેલને નુકસાન થયું છે.
આ બંનેને બી કેટેગરીમાં રાખ્યા છે, જ્યારે બી કેટેગરીમાં ચેતેશ્વર પૂજારાને બહાર રાખવામાં આવ્યો છે. સી-કેટેગરીમાં ઉમેશ યાદવ, શિખર ધવન, દીપક હુડ્ડા અને યુઝવેન્દ્ર ચહલને રજા આપી છે. એની સાથે રિંકુ સિંહ, તિલક વર્મા, ઋતુરાજ ગાયકવાડ, શિવમ દૂબે, જિતેશ શર્મા, મુકેશ કુમાર, પ્રસિદ્ધ કૃષ્ણા, આવેશ ખાન અને રજત પાટિદારને સી-કેટેગરીમાં સ્થાન મળ્યું છે.
ચારેય કેટેગરી પૈકી એ પ્લસ કેટેગરીમાં સાત કરોડ, એ કેટેગરીમાં પાંચ, બીમાં ત્રણ અને સૌથી નીચે સી કેટેગરીમાં એક કરોડ રુપિયા વર્ષે મળે છે. આ તમામ કેટેગરીમાં ખેલાડીને સમાવેશ કરવાના નિયમો પણ છે. એ પ્લસ કેટેગરીમાં ખેલાડીઓને ત્રણેય ફોર્મેટ (ટેસ્ટ, વન-ડે અને ટવેન્ટી-20)માં રમવાની તક મળે છે.