વિરાટ-રોહિતના પગારમાં 2 કરોડનો કાપ, ગિલનો પગાર વધશે? BCCIની મિટિંગમાં લેવાઈ શકે છે નિર્ણય

મુંબઈ: બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડિયા(BCCI)ની એન્યુઅલ જનરલ મિટિંગ 22 ડિસેમ્બરના રોજ યોજાવાની છે. આ દરમિયાન ખેલાડીઓના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ પર ચર્ચા કરવામાં આવશે. આ દરમિયાન ભારતની પુરષ ક્રિકેટ ટીમના દિગ્ગજ બેટર વિરાટ કોહલી અને રોહિત શર્માની સેલરીમાં ઘટાડો કરવામાં આવી શકે છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં મહિલા ખેલાડીઓના કોન્ટ્રાક્ટ અંગે પણ ચર્ચા કરવામાં આવશે.
અહેવાલ મુજબ BCCIની 31મી એન્યુઅલ જનરલ મિટિંગમાં અધિકારીઓ વર્ચ્યુઅલી જોડાશે. આ દરમિયાન વિરાટ અને રોહિતનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ મહત્વનો મુદ્દો રહેશે. બંને દિગ્ગજ ખેલાડીઓ ટેસ્ટ અને T20Iમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે, હાલ બંને માત્ર ODI ફોર્મેટમાં જ રમી રહ્યા છે.
વિરાટ-રોહિતની સેલારી ઘટશે:
નોંધનીય છે કે, ગત વર્ષ જૂનમાં ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ જીત્યા બાદ બંને એ આ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી, છતાં 2024-25 સાઈકલમાં (1 ઓક્ટોબર, 2024 થી 30 સપ્ટેમ્બર, 2025) બંને A+ કેટગરીમાં રહ્યા હતાં.
આ વર્ષે બંને એ ટેસ્ટ ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ જાહેર કરી હતી. અહેવાલ મુજબ બંનેને A કેટગરીમાં ખસેડવામાં આવી શકે છે. જો એવું થશે કે બંનેને હાલ મળી રહેલી સેલેરીમાં 2 કરોડ રૂપિયાનો ઘટાડો થશે.
ગિલની સેલેરી વધશે:
અહેવાલ મુજબ ભારતીય પુરુષ ટીમના ટેસ્ટ અને વનડે કેપ્ટન શુભમન ગિલને A કેટેગરીમાંથી A+ કેટેગરીમાં પ્રમોશન આપવામાં આવી શકે છે.
ખેલાડીઓની સેલરી સ્ટ્રક્ચર:
હાલમાં BCCI A+ કેટેગરીમાં સામેલ ખેલાડીઓને વાર્ષિક રૂ.7 કરોડ સેલેરી આપે છે. જયારે A કેટેગરીમાં સામેલ ખેલાડીઓને રૂ.5 કરોડની વાર્ષિક સેલેરી આપવામાં આવે છે. B કેટેગરી માટે રૂ.3 કરોડ અને C કેટેગરીના ખેલાડીઓને વાર્ષિક રૂ.1 કરોડ આપવામાં આવે છે.
મિટિંગ દરમિયાન અમ્પાયરો અને મેચ રેફરીને આપવામાં આવતા વેતનમાં સુધારા અંગે મળેલા પ્રસ્તાવો પર ચર્ચા કરવામાં આવશે.
વહીવટી તંત્રમાં ફેરફાર બાદ પહેલી મેટિંગ:
તાજેતરમાં BCCIમાં વહીવટી તંત્રમાં કરવામાં આવેલા ફેરફાર બાદની પહેલી એન્યુઅલ જનરલ મિટિંગ છે. સપ્ટેમ્બરમાં મિથુન મનહાસે BCCIના વડા તરીકેની જવાબદારી સંભાળી હતી, રઘુરામ ભટ્ટે ટ્રેઝરરની ભૂમિકા સંભાળી હતી, અને દેવજીત સૈકિયાએ સચિવ અને પ્રભતેજ સિંહ ભાટિયાએ સંયુક્ત સચિવ તરીકેની જવાબદારી સંભાળી હતી.
આપણ વાંચો: અભિષેક શર્મા વિરાટ કોહલીનો 9 વર્ષ જૂનો રેકોર્ડ તોડવાની તૈયારીમાં! માત્ર આટલ રન દૂર



