સ્પોર્ટસ

બૅટિંગ-લેજન્ડ દ્રવિડના દીકરાએ મુંબઈ સામે બોલિંગમાં કર્યું પરાક્રમ

અઢાર વર્ષના સમિત દ્રવિડને તેના ડૅડી રાહુલ દ્રવિડ ક્યારેય કોચિંગ નથી આપતા

શિમોગા: ભારતીય બૅટિંગ-લેજન્ડ અને ‘ધ વૉલ’ તરીકે જાણીતો રાહુલ દ્રવિડ હોમ-ટાઉન ઇન્દોરમાં અફઘાનિસ્તાન સામે રવિવારે રમાનારી બીજી ટી-૨૦ મૅચ માટે ભારતીય ટીમના ખેલાડીઓને કોચિંગ આપી રહ્યો છે ત્યારે તેનો પુત્ર કર્ણાટકના શિમોગા શહેરના મેદાન પર ફાસ્ટ બોલિંગથી ધૂમ મચાવી રહ્યો છે. અન્ડર-૧૯ ખેલાડીઓ માટેની કૂચ બિહાર ટ્રોફીની મુંબઈ સામેની ચાર દિવસીય ફાઇનલમાં ૧૮ વર્ષનો રાઇટ-આર્મ પેસ બોલર સમિત દ્રવિડ કર્ણાટક વતી રમી રહ્યો છે. તેણે ઑલરાઉન્ડર છે અને ફાઇનલ પહેલાંની સાત મૅચમાં તેણે ત્રણ હાફ સેન્ચુરીની મદદથી ૩૭૦ રન બનાવ્યા હતા તેમ જ ત્રણ વિકેટ લીધી હતી.

સમિત દ્રવિડે શિમોગાની ફાઇનલમાં ધારદાર બોલિંગથી મુંબઈના ડેન્જરસ બૅટર આયુષ સચિન વર્તક (૭૩ રન)ની અને વિકેટકીપર પ્રતીક યાદવ (૩૦ રન)ને આઉટ કરીને કર્ણાટકને વધુ મોટી મુશ્કેલીમાંથી ઉગાર્યું હતું. સમિત દ્રવિડે બે કૅચ પણ પકડ્યા હતા. જોકે મુંબઈની ટીમ ઓપનર આયુષ મ્હાત્રેના ૧૪૫ રનની મદદથી ૩૮૦ રનનો તોતિંગ સ્કોર નોંધાવવામાં સફળ થઈ હતી.

રમતના અંતે કર્ણાટકનો સ્કોર એક વિકેટે ૨૮૧ રન હતો અને મુંબઈથી માત્ર ૯૯ રન પાછળ હતું. પ્રકાર ચતુર્વેદી ૧૧૦ રને અને હર્ષિલ ધરમાણી ૧૦૨ રને રમી રહ્યા હતા. દ્રવિડનો પુત્ર સમિત પાંચમા નંબરે બૅટિંગમાં આવવાનો છે.

રાહુલ દ્રવિડે શનિવારે એક મુલાકાતમાં આશ્ર્ચર્ય પમાડનારી વાત કરી હતી.

રાહુલ આખી ટીમ ઇન્ડિયાને કોચિંગ આપે છે, નજીકના ભૂતકાળમાં ઇન્ડિયા ‘એ’ ટીમને તેમ જ અન્ડર-૧૯ ટીમના ખેલાડીઓને પણ કોચિંગ આપી ચૂક્યો છે, પરંતુ પુત્ર સમિતને કેમ તાલીમ નથી આપતા એ વિશે પૂછાતાં રાહુલે કહ્યું, ‘પૅરેન્ટ અને કોચ, આ બંને જવાબદારી પૂરી કરવી મુશ્કેલ બની જતી હોવાથી હું સમિતના માત્ર ફાધર બની રહેવામાં જ ખુશ છું. તેને કોચિંગ નથી આપતો.’

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે