T20 World Cup 2024સ્પોર્ટસ

હરીફ ખેલાડીને માર્યો ધક્કો, બંગલાદેશના મૅચવિનરને થયો દંડ

કિંગ્સટાઉન: ટી-20 વર્લ્ડ કપમાં 16મી જૂને બંગલાદેશે નેપાળ સામેની મહત્વની અને રસાકસીભરી લીગ મૅચ જીતીને અને નેધરલેન્ડ્સને પાછળ રાખીને સુપર-એઇટ રાઉન્ડમાં એન્ટ્રી તો કરી લીધી, પરંતુ એના મૅચવિનર તેન્ઝીમ સાકિબને અસભ્ય વર્તન બદલ 15 ટકા મૅચ-ફીનો દંડ કરાયો હતો.

ફૂટબૉલ અને રગબી જેવી રમતમાં હરીફ ખેલાડીઓ વચ્ચે શારીરિક ટક્કર થવી સાવ સામાન્ય બાબત કહેવાય. જોકે ક્રિકેટ ‘જેન્ટલમેન્સ ગેમ’ છે અને એમાં એકબીજાને જાણી જોઈને ધક્કો મારવો કે હાથચાલાકીથી દૂર હરસેલીને ગલી ક્રિકેટ જેવું ગેરવર્તન કરવું એ ગુનો કહેવાય.

આ પણ વાંચો…T20 World Cup: અફઘાનિસ્તાન સામે ટીમ ઇન્ડિયામાં કોણ ઇન અને કોણ આઉટ થઈ શકે, વિરાટનો ક્રમ લગભગ નક્કી છે

બંગલાદેશે 106 રન બનાવ્યા બાદ નેપાળને 85 રનમાં ઑલઆઉટ કરીને 21 રનથી વિજય મેળવ્યો હતો. તેન્ઝીમે માત્ર સાત રનમાં ચાર વિકેટ લીધી હતી.

નેપાળની ઇનિંગ્સની ત્રીજી ઓવર પૂરી થઈ ત્યાર બાદ બોલર તેન્ઝીમ આક્રમક મિજાજમાં નેપાળના કેપ્ટન અને બેટિંગ કરી રહેલા રોહિત પોડેલ પાસે આવ્યો અને તેની સાથે કોઈ વાતે દલીલ કરવા લાગ્યો હતો. તેન્ઝીમે તેને ધક્કો પણ માર્યો હતો. બંનેએ એકબીજાને હાથના ઇશારાથી કોઈક ચેતવણી પણ આપી હતી. અમ્પાયરે બંનેને છોડાવ્યા હતા. જોકે તેન્ઝીમનું વર્તન બહુ ખરાબ હતું.

થોડીવાર પછી અમ્પાયરોએ બંગલાદેશના કેપ્ટન નજમુલ શેન્ટો સાથે પણ આ ઘટના સંબંધમાં વાતચીત કરી હતી.
તેન્ઝીમનું ગેરવર્તન તદ્દન સ્વીકાર્ય હતું. તેણે આચારસંહિતાની કલમ ૨.૧૨નો ભંગ કર્યો હતો. અમ્પાયરના રિપોર્ટને આધારે મેચ રેફરી રિચી રિચર્ડસને તેને ઠપકો આપવાની સાથે તેની મૅચ-ફીમાંથી 15 ટકા રકમ દંડ તરીકે કાપી લીધી હતી.
એટલું જ નહીં, તેન્ઝીમના નામે એક ડીમેરિટ પોઇન્ટ પણ લખાયો હતો. જો કોઈ ખેલાડીના નામે 24 મહિના દરમ્યાન ચાર ડીમેરિટ પોઇન્ટ લખાય તો તેને એક કે બે મૅચ રમવાની મનાઈ કરવામાં આવે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ