સ્પોર્ટસ

બાંગડની પુત્રીએ બીસીસીઆઇ અને આઇસીસીને વિનંતી કરી કે…

મુંબઈઃ ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર સંજય બાંગડના પુત્ર આર્યને તાજેતરમાં જ જાતિ-પરિવર્તન કરાવ્યું છે અને પુરુષમાંથી સ્ત્રી બન્યાના થોડા જ અઠવાડિયામાં તેણે બીસીસીઆઇ તથા આઇસીસીને વિનંતી કરી છે કે તેને હવે મહિલા ક્રિકેટમાં રમવાની છૂટ આપવામાં આવે.

આર્યન બાંગડ (Anaya Bangar) હવે અનાયા બાંગડ થઈ ગઈ છે. તે ટ્રાન્સજેન્ડર (Transgender) છે અને તેણે વિનંતી કરી છે કે ટ્રાન્સજેન્ડરને વિમેન્સ ક્રિકેટમાં રમવાની છૂટ મળવી જોઈએ. આ વિશે તેણે આઠ પાનાંનો સાયન્ટિફિક રિપોર્ટ પણ શૅર કર્યો છે. એ રિપોર્ટમાં અનાયાએ હૉર્મોન રિપ્લેસમેન્ટ થેરપી (HRT) કરાવ્યા બાદ જાતિ પરિવર્તનમાં જે પ્રગતિ કરી છે એ જણાવાયું છે.

23 વર્ષની અનાયા બાંગડે ઇન્સ્ટાગ્રામ (INSTAGRAM) પરના વીડિયોમાં જણાવ્યું છે કે તેણે પોતાના ફિટનેસ-લેવલાન વિશ્લેષણ માટે મૅન્ચેસ્ટર મેટ્રોપૉલિટન યુનિવર્સિટી સાથે સંકલન કર્યું છે. આ વિશ્વલેષણ સ્નાયુ-શક્તિ, ઑક્સિજન લેવલ તથા સહનશક્તિને લગતું છે.

અનાયા બાંગડે બીસીસીઆઇ અને આઇસીસીને જણાવ્યું છે કે ` હું હવે શારીરિક રીતે સિસ્જેન્ડર મહિલા ઍથ્લીટની બરાબરીમાં આવી ગઈ છે. આ રિપોર્ટ કોઈ મંતવ્ય નથી, મારા શરીરમાં કેવો ફેરફાર આવ્યો છે એનો વાસ્તવિક ડૅટા છે. વિજ્ઞાન કહે છે કે હું હવે મહિલા ક્રિકેટ રમવાને પાત્ર છું. શું આ વિશ્વ આ સત્ય સ્વીકારવા તૈયાર છે ખરું?’
હાલમાં ટ્રાન્સજેન્ડર ખેલાડીઓને આઇસીસીના નિયમો હેઠળ મહિલા ક્રિકેટમાં રમવાની છૂટ નથી.

આ પણ વાંચો… ગિલ કૅપ્ટન્સીના ડેબ્યૂમાં જ સદી ફટકારનાર પાંચમો ભારતીય સુકાની…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button