નેશનલપેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪સ્પોર્ટસ

‘જેને પોતાના જ દેશમાં લાતો વડે કચડવામાં આવી એ…’ વિનેશની જીત પર પુનિયાની પ્રતિક્રિયા

નવી દિલ્હી: ભારતીય મહિલા રેસલર વિનેશ ફોગાટે (Vinesh Phogat) પેરીસ ઓલમ્પિક (Paris olympic)ના ફાઇનલમાં પહોંચીને ઈતિહાસ રચી દીધો છે. સમગ્ર દેશના લોકો આજે વિનેશને અભિનંદન આપી રહ્યા છે, અને ગોલ્ડ મેડલની આશા રાખી રહ્યા છે. ગત વર્ષે રેસલર્સ પ્રોટેસ્ટ (Wrestlers Protest) દરમિયાન વિનેશના સાથી રેસલર બજરંગ પુનિયા (Bajarang Punia) અને સાક્ષી માલિકે (Sakshi Malik) વિનેશની જીત બાદ કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે.

ઓલિમ્પિકમાં કોઈ ભારતીય ખેલાડી કે ટીમ મેડલ જીતે છે અથવા કોઈ મોટી ઈવેન્ટમાં મેડલ કે ટ્રોફી જીતે છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટીમ કે ખેલાડીને ફોન કરીને અભિનંદન આપે છે.

એક યુટ્યુબ ચેનલ સાથે વાત કરતા બજરંગ પુનિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરતા કહ્યું, ‘હું જોઉં કે અભિનંદન આપવા માટે કયા સમયે ફોન આવશે… તે ફરીથી દેશની દીકરી બની ગઈ છે. જંતર-મંતર પર જેમના માટે એક શબ્દ પણ ન હતો નીકળી શક્યો… હવે એ અભિનંદન સંદેશો કેવી રીતે આપશે?’

બજરંગ પુનિયાએ x પર પોસ્ટ કરી લખ્યું કે વિનેશે ઈતિહાસ રચ્યો છે. વિનેશ મહિલા કુશ્તીમાં ઓલિમ્પિક ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા રેસલર બની છે. આજે તમામ ભારતીયોની આંખમાં આંસુ છે. આ દેશની દીકરીઓ છે, જેમણે હંમેશા દેશને ગૌરવ અપાવ્યું છે. જે લોકોએ હંમેશા આ દીકરીઓના માર્ગમાં કાંટા નાખ્યા છે તેઓ ઓછામાં ઓછું આ દીકરીઓ પાસેથી બોધપાઠ લેશે અને ભવિષ્યમાં આ દીકરીઓના માર્ગમાં કાંટા વાવવાનું ટાળશે.

બજરંગ પુનિયાએ અન્ય એક પોસ્ટમાં જણાવ્યું કે વિનેશ ફોગાટ, ભારતની સિંહણ છે, જેણે આજે બેક ટુ બેક મેચોમાં જીત મેળવી હતી. 4 વખતના વર્લ્ડ ચેમ્પિયન અને વર્તમાન ઓલિમ્પિક ચેમ્પિયનને હરાવી, જે બાદ ક્વાર્ટર ફાઇનલમાં ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયનને કરાવી. પણ હું તમને એક વાત કહું, આ છોકરીને તેના દેશમાં લાત મારીને કચડી નાખવામાં આવી હતી, આ છોકરીને તેના દેશમાં રસ્તાઓ પર ઢસડવામાં આવી હતી. આ છોકરી દુનિયા જીતવા જઈ રહી છે પણ આ દેશમાં સિસ્ટમથી હારી થઈ ગઈ હતી.

https://twitter.com/BajrangPunia/status/1820787244950577172

ઓલિમ્પિક મેડલ વિજેતા સાક્ષી મલિકે પણ વિનેશની જીત અંગે પ્રતિક્રિયા આપી હતી, તેણે લખ્યું કે મારા માટે ખૂબ જ ભાવનાત્મક ક્ષણ છે…આવતીકાલે વિનેશ ફાઇનલમાં ગોલ્ડ મેડલ મેચ રમશે. આજે ઘણા વર્ષોની તપસ્યા બાદ વિનેશ ફોગટનું સપનું સાકાર થયું છે અને તેના સપનાની સાથે વિનેશે મારું અને કરોડો દેશવાસીઓનું અધૂરું સપનું પણ પૂરું કર્યું છે. મેડલ કન્ફર્મ છે. આ જીત અને અભિનંદન એ લોકો માટે છે જેઓ અમારા સંઘર્ષમાં અમારી સાથે અડીખમ ઉભા રહ્યા.. દરેકને ખૂબ ખૂબ અભિનંદન અને વિનેશને ખૂબ ખૂબ અભિનંદન.

તેણે એક મેચ વિષે વાત કરતા કહ્યું કે કહ્યું – “આ વિનેશની સામાન્ય શૈલી નથી, તે સામાન્ય રીતે અગ્રેસીવ હોય છે. પરંતુ સુસાકી ખૂબ જ હોંશિયાર અને અનુભવી ખેલાડી છે, તેથી વિનેશે આજે તેની વ્યૂહરચના બદલી. તે ખૂબ જ ચતુરાઈથી લડી. કારણ કે એક ભૂલથી સુસાકીને તક મળી ગઈ હોત, આ એક ઉત્તમ વ્યૂહરચના હતી.”

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button