ભારતને હરાવવાની કઈ ‘રણનીતિ’ સફળ થઈ? ઓસ્ટ્રેલિયન કેપ્ટન એલિસા હીલીએ કર્યો ખુલાસો

વિશાખાપટ્ટનમ: ઓસ્ટ્રેલિયાએ વિશાખાપટ્ટનમમાં રમાયેલી મહિલા વન-ડે વર્લ્ડ કપ મેચમાં ભારતને ત્રણ વિકેટથી હરાવ્યું હતું, જેમાં 331 રનનો રેકોર્ડ ટાર્ગેટ મળ્યો હતો. કેપ્ટન એલિસા હીલીએ મેચમાં માત્ર 107 બોલમાં 142 રનની શાનદાર અને મેચ વિનિંગ ઇનિંગ રમી હતી.
મેચ પછી હીલીએ કહ્યું હતું કે તેની ટીમે ભારતીય ઝડપી બોલરોને નિશાન બનાવવા માટે એક ચોક્કસ રણનીતિ અપનાવી હતી, જે આખરે સંપૂર્ણપણે સફળ સાબિત થઈ હતી. હીલીએ કહ્યું હતું કે તેણીએ પીચને ઝડપથી સમજી લીધી હતી.
મને લાગ્યું કે ડાબા હાથની સ્પિનર શ્રી ચારણીને પીચમાંથી ઘણી મદદ મળી રહી હતી. તે સૌથી અસરકારક બોલર હતી. તેથી અમે વિચાર્યું કે જો આપણે રન કરવા માંગતા હોત તો આપણે ઝડપી બોલરોને ટાર્ગેટ કરવા પડશે.”
હીલીએ મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે “તે કોઈ પૂર્વ-આયોજિત રણનીતિ નહોતી પરંતુ અમે પરિસ્થિતિઓના આધારે નિર્ણય લીધો અને તેનો અમલ કર્યો અને પરિણામ અમારા પક્ષમાં આવ્યું હતું.
ભારતીય બોલરોની મર્યાદિત વિકલ્પોની વ્યૂહરચનાનો લાભ લઈને ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોએ ક્રાંતિ ગૌડ અને અમનજોત કૌરને ટાર્ગેટ કર્યા હતા. ગૌડે 9 ઓવરમાં 73 રન આપ્યા હતા જ્યારે કૌરે 9 ઓવરમાં 68 રન આપ્યા હતા. આનાથી ભારતની પાંચ બોલરોની યોજના સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ હતી.
આપણ વાંચો: મહિલા વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાની ટીમને 88 રનથી કચડી નાખી…
રસપ્રદ વાત એ છે કે, ક્રાંતિ ગૌડે ગયા મહિનાની શ્રેણીની ત્રણેય મેચમાં એલિસા હીલીને આઉટ કરી હતી, પરંતુ આ મેચમાં હીલીએ તેની સામે આક્રમક વલણ અપનાવ્યું હતું. હીલીએ હસીને કહ્યું હતું કે, “મને ખબર હતી કે ક્રાંતિએ મને પહેલા ઘણી વખત આઉટ કરી હતી તેથી આ વખતે મેં તેને પ્રભુત્વ મેળવવાની તક આપી ન હતી.”
હીલીએ સ્વીકાર્યું કે મેચની શરૂઆતમાં તેણીને તેના ટોસના નિર્ણય પર શંકા હતી. તેણીએ કહ્યું હતું કે, “જ્યારે સ્મૃતિ મંધાના અને પ્રતિકા રાવલ બેટિંગ કરી રહી હતી, ત્યારે એવું લાગતું હતું કે અમે ભૂલ કરી છે, પરંતુ અમારા બોલરોએ મિડલ અને અંતિમ ઓવરમાં શાનદાર વાપસી કરી હતી.”