ઑસ્ટ્રેલિયાનો હૅટ-ટ્રિક વિજય, સિરીઝની ટ્રોફી પર પણ કબજો

ઍડિલેઇડ: ઑસ્ટ્રેલિયાએ અહીં ઍશિઝ સિરીઝમાં ઇંગ્લૅન્ડને સતત ત્રીજી ટેસ્ટમાં હરાવીને ટ્રોફી પર કબજો કરી લીધો હતો. ઑસ્ટ્રેલિયાનો આજે છેલ્લા દિવસે 82 રનથી વિજય થયો હતો. એણે સિરીઝમાં 3-0થી વિજયી સરસાઈ મેળવી લીધી છે હવે બે મૅચ બાકી છે.
ઑસ્ટ્રેલિયા (Australia)એ ઇંગ્લૅન્ડ (England)ને જીતવા માટે 435 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. બેન સ્ટોકસના સુકાનમાં ઇંગ્લૅન્ડની ટીમ 352 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ હતી.
સ્ટાર્કે 91 રનની ભાગીદારી તોડી
ઇંગ્લૅન્ડના 350 રનમાં ઓપનર ઝેક ક્રોવ્લીના 85 રન હાઈએસ્ટ હતા. જૅમી સ્મિથ (60 રન) અને વિલ જેક્સ (47 રન)ની જોડીએ જીતવા તેમ જ ટેસ્ટને ડ્રોમાં લઈ જવા ખૂબ લડત આપી હતી, પરંતુ સાતમી વિકેટ માટેની તેમની 91 રનની ભાગીદારી મિચલ સ્ટાર્કે તોડી હતી.
THE moment!
— cricket.com.au (@cricketcomau) December 21, 2025
Australia retains the #Ashes after a brilliant ending. pic.twitter.com/ZfOi2uOAPh
ઍલેક્સ કૅરી મૅન ઑફ ધ મૅચ
સ્ટાર્ક તેમ જ કમિન્સ અને નૅથન લાયને ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. પ્રથમ દાવમાં 106 રન અને બીજા દાવમાં 72 રન કરનાર વિકેટકીપર ઍલેક્સ કૅરીને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ આપવામાં આવ્યો હતો. તેણે આખી મૅચમાં કુલ છ કૅચ ઝીલ્યા હતા તેમ જ એક બૅટ્સમૅનને સ્ટમ્પ-આઉટ કર્યો હતો.

આપણ વાંચો: દુબઈની ફાઈનલમાં પાકિસ્તાનની પહેલી વિકેટ લીધી વલસાડના આ ગુજરાતી પેસ બોલરે



