સ્પોર્ટસ
ઑસ્ટ્રેલિયાની ઍનાબેલની ડબલ સેન્ચુરી વિમેન્સ ટેસ્ટના ઇતિહાસમાં ફાસ્ટેસ્ટ

પર્થ: ઑસ્ટ્રેલિયાની ઍનાબેલ સધરલૅન્ડે શુક્રવારે સાઉથ આફ્રિકા સામેની એકમાત્ર ટેસ્ટના બીજા દિવસે 248 બૉલમાં ડબલ સેન્ચુરી પૂરી કરી હતી. મહિલા ટેસ્ટમાં આ ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી છે. તેણે ઇંગ્લૅન્ડની કરેન રૉલ્ટનનો 306 બૉલની ડબલ સેન્ચુરીનો 2001ની સાલનો (23 વર્ષ જૂનો) વિક્રમ તોડી નાખ્યો છે. ઍનાબેલ 210મા રને આઉટ થઈ હતી અને ઑસ્ટ્રેલિયાએ પોતાનો દાવ 575/9ના સ્કોર પર ડિક્લેર કર્યો હતો. સાઉથ આફ્રિકાની ટીમ પ્રથમ દાવમાં 76 રને આઉટ થઈ હતી અને બીજા દાવમાં એના ત્રણ વિકેટે 67 રન હતા.
ઍનાબેલ પોતાના દેશની એલીસ પેરીનો અણનમ 213 રનનો ઑસ્ટ્રેલિયન રેકૉર્ડ નહોતી તોડી શકી.