સ્પોર્ટસ

શ્રી લંકાના પ્રવાસ અગાઉ ઓસ્ટ્રેલિયન ટીમને ઝટકોઃ કેપ્ટન સીરિઝમાંથી આઉટ

સિડનીઃ શ્રી લંકાના પ્રવાસ અગાઉ ઓસ્ટ્રેલિયાની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સ શ્રીલંકાના પ્રવાસ પર ટીમ સાથે જશે નહીં. કમિન્સ સંકેત આપ્યો હતો કે તે તેના બીજા બાળકના જન્મને કારણે આ મહિનાના અંતમાં શ્રીલંકા પ્રવાસ પર જશે નહી. ઓસ્ટ્રેલિયાએ 29 જાન્યુઆરી અને 6 ફેબ્રુઆરી દરમિયાન શ્રીલંકામાં બે ટેસ્ટ રમવાની છે. કમિન્સની પત્ની બાળકને જન્મ આપવાની છે.

કમિન્સે શુક્રવારથી અહીં શરૂ થનારી અંતિમ ટેસ્ટ અગાઉ કહ્યું હતું કે “મને હજુ દિવસની ખબર નથી પરંતુ તે ચોક્કસ છે (હું શ્રીલંકા પ્રવાસમાંથી બહાર રહી શકું છું). કમિન્સની ગેરહાજરીમાં સ્ટીવ સ્મિથ અથવા ટ્રેવિસ હેડ ઓસ્ટ્રેલિયાની કેપ્ટનશીપ કરી શકે છે.

કમિન્સે કહ્યું કે ગયા વર્ષે તેની માતાના અવસાન બાદ જીવનમાં પ્રાથમિકતાઓ નક્કી કરવાના તેના માપદંડ બદલાઈ ગયા છે. તેણે ભારતનો પ્રવાસ અધવચ્ચે જ છોડી દીધો અને તે માતા પાસે પરત આવી ગયો હતો ત્યારે તેમનું અવસાન થયું હતું.
કમિન્સે કહ્યું હતું કે, “આનાથી તમને એ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ મળે છે જે ખૂબ મહત્વપૂર્ણ છે.

આપણ વાંચો: વર્લ્ડ કપ ક્રેઝ: ઓસ્ટ્રેલિયાની ટીમનું અમદાવાદમાં આગમન, મેચને પગલે ટી-શર્ટના ધંધાર્થીઓને તોતિંગ કમાણી

પરિવાર, પરિવાર સાથે સમય. અગાઉ હું જે રીતે રમવા અને વિદેશ પ્રવાસ વિશે વિચારતો હતો તે આ ઘટનાને કારણે બદલાઈ ગયું છે.

તેણે કહ્યું હતું કે, “જ્યારે તમે રમો છો ત્યારે તમે ફક્ત સારું રમવા માંગો છો. દબાણ હોવું સ્વાભાવિક છે પરંતુ તમે તમારા માતા-પિતાની સલાહને ભૂલશો નહીં કે જાઓ અને રમતનો આનંદ લો. તમારા શ્રેષ્ઠ પ્રયાસ કરો પરંતુ આનંદ મેળવવો મહત્વપૂર્ણ છે. જ્યારે પણ હું રમવા માટે મેદાનમાં ઉતરું છું તો આ વાત યાદ રાખું છું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button