સ્પોર્ટસ

ઓસ્ટ્રેલિયન સ્ટાર ક્રિકેટરે વન-ડેમાંથી લીધી નિવૃત્તિ, જાણો કોણ છે?

સિડનીઃ ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચ ત્રીજી જાન્યુઆરીના રમાશે ત્યારે ઓસ્ટ્રેલિયન સ્ટાર ક્રિકેટર ડેવિડ વોર્નરની લાસ્ટ ટેસ્ટ હશે, ત્યારે એની વચ્ચે વન-ડે ફોર્મેટમાંથી અલવિદા કરીને તેના ચાહકોને ચોંકાવી નાખ્યા હતા.
ઓસ્ટ્રેલિયન ઓપનર ડેવિડ વોર્નરે આ અઠવાડિયે ટેસ્ટ ક્રિકેટને અલવિદા કર્યા પહેલાં ગઈ કાલે વન-ડે ઇન્ટરનેશનલ્સમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. વોર્નરે સિડનીમાં એની જાહેરાત કરતી વખતે કહ્યું હતું કે ટવેન્ટી-20 લીગ ટુર્નામેન્ટ્સમાં રમવા મેં નિવૃત્તિ તો જાહેર કરી છે, પરંતુ જો 2025ની ચેમ્પિયન્સ ટ્રોફી માટે જો જરૂર પડશે તો હું એમાં રમવા ઉપલબ્ધ થઈશ.
મેં તાજેતરના વર્લ્ડ કપ દરમિયાન આ નિવૃત્તિ વિષે અણસાર આપ્યો જ હતો. હવે આજે હું એની સત્તાવાર જાહેરાત કરું છું. હા, ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમવાની મારી તૈયારી છે જ. ૨૦૧૭ની સાલ પછી ચેમ્પિયન્સ ટ્રોફી નથી રમાઈ. જોકે 2025માં ફરી રમાવાની છે અને પાકિસ્તાન એનું યજમાન બનશે.
37 વર્ષનો વોર્નર હવે બે વર્ષમાં જો પાછો વન-ડેમાં રમતો જોવા નહી મળે તો રેકોર્ડ બુકમાં 19 નવેમ્બરે અમદાવાદમાં ભારત સામેની વિશ્વકપની ફાઇનલ તેની અંતિમ વન-ડે કહેવાશે, 2009માં તે પ્રથમ વન-ડે રમ્યો હતો અને 2015ના વિશ્વકપમાં પણ તેની મહત્વની ભૂમિકા હતી.
વોર્નર આવતી કાલે સિડનીમાં શરૂ થનારી પાકિસ્તાન સામેની હોમ ટેસ્ટ રમીને 112 ટેસ્ટની શાનદાર કારકિર્દીને ગૂડબાય કરવાનો છે. 111 ટેસ્ટમાં તેણે 44.58ની સરેરાશે 26 સદીની મદદથી કુલ 8695 રન બનાવ્યા છે.
વોર્નર ટી-ટવેન્ટી ઇન્ટરનેશનલ્સ રમતો રહેશે. 2024નો ટી-ટવેન્ટી વર્લ્ડ કપ ફક્ત છ મહિના દૂર છે એટલે વોર્નર ઑસ્ટ્રેલિયાને વધુ એક મોટી ટ્રોફી અપાવવા કમર જરૂર કસશે. વોર્નર અચાનક જ વન-ડે છોડી રહ્યો હોવાથી ઓસ્ટ્રેલિયાને ફેબ્રુઆરીમાં વેસ્ટ ઈન્ડિઝ સામે રમાનારી સિરીઝ માટે નવા ઓપનરની જરૂર પડશે,
વોર્નરની વન-ડે કારકિર્દી પર નજર કરી લઈએ.
(૧) ૧૬૧ મેચમાં ૭૧૨૭ બોલ રમીને ૬૯૩૨ રન બનાવ્યા.
(૨) ૨૨ સેન્ચુરી અને ૩૩ હાફ સેન્ચુરી
(૩) ૬ વખત નોટઆઉટ અને ૧૭૯ રન હાઈએસ્ટ
(૪) ૪૫.૩૦ની બેટિંગ એવરેજ
(૫) ૯૭.૨૬નો સ્ટ્રાઇક રેટ
(૬) ૧૩૦ છગ્ગા અને ૭૩૩ ચોક્કા
(૭) ૭૧ કેચ
(૮) સૌથી વધુ પાંચ સેન્ચુરી અને ૧૨૫૫ રન સાઉથ આફ્રિકા સામે
(૯) ભારત સામે સેકન્ડ હાઈએસ્ટ ૧૨૨૨ રન
(૧૦) ૩ વન-ડેમાં કેપ્ટન બન્યો અને ત્રણેયમાં ઓસ્ટ્રેલિયનો વિજય

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button