ઓસ્ટ્રેલિયાના બે ક્રિકેટરને ઓસ્ટ્રેલિયન ટીમ છોડીને ટી-20માં જ રમવા 58 કરોડની ઓફર, બંનેએ શું આપ્યો જવાબ?

સિડની: દર વર્ષે રમાતી ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)માં દુનિયાભર ક્રિકેટરો જુદી જુદી ટીમ તરફથી રમતા જોવા મળે છે, આ ઉપરાંત વર્ષ દરમિયાન દુનિયાભરમાં ઘણી T20 લીગ રમાતી રહે. આવી લીગ દરમિયાન ક્રિકેટરો તગડી કમાણી કરતા હોય છે. એવામાં એહવાલ છે કે ઓસ્ટ્રેલીયાના બે દિગ્ગજ ખેલાડીઓ પેટ કમિન્સ (Pat Cummins) અને ટ્રેવિસ હેડે (Travis Head) ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ માટે રમવા IPL ફ્રેન્ચાઇઝીએ આપેલી કરોડો રૂપિયાની ઓફર ફગાવી દીધી છે
નોંધનીય છે IPL ફ્રેન્ચાઇઝીઓ વિશ્વભરમાં રમાતી ઘણી T20 લીગમાં ભાગ લે છે. દક્ષિણ આફ્રિકાની SAT20, કેરેબિયન પ્રીમિયર લીગ, અમેરિકાની મેજર લીગ ક્રિકેટ અને સંયુક્ત આરબ અમીરાતમાં રમાતી ઇન્ટરનેશનલ લીગ T20 જેવી લીગમાં IPL ફ્રેન્ચાઇઝીઓ પોતાની ટીમો ઉતારે છે. IPL ફ્રેન્ચાઇઝીઓએ પેટ કમિન્સ અને ટ્રેવિસ હેડને ઓફર કરી હતી કે તેઓ વર્ષ દરમિયાન તેમની ફ્રેન્ચાઇઝી તરફથી આ આવી લીગ્સમાં રમતા રહે.

કઈ ટીમે આપી હતી ઓફર?
અહેવાલ મુજબ બંને ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને અલગ અલગ IPL ફ્રેન્ચાઇઝી દ્વારા વાર્ષિક 10 મિલિયન ડોલર (આશરે 58.2 કરોડ રૂપિયા) ની ઓફર કરવામાં આવી હતી. IPL ફ્રેન્ચાઇઝીએ બંનેનો અનૌપચારિક રીતે સંપર્ક કર્યો હતો, અહેવાલ મુજબ બંને ખેલાડીઓએ ઓફર ફગાવી દીધી છે. બંને ખેલાડીઓ ઓસ્ટ્રેલિયા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવા ઈચ્છે છે.
પેટ કમિન્સ અને ટ્રેવિસ હેડ હાલ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) તરફથી રમે છે, પરંતુ હાલ એ સ્પષ્ટ નથી થયું કે બંનેને ઓફર આપનાર ટીમ SRH હતી કે બીજી કોઈ.
ઓસ્ટ્રેલીયાના એક અખબારના અહેવાલ મુજબ, બિગ બેશ લીગના ખાનગીકરણ બાબતે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા અને અન્ય ભાગીદારો વચ્ચેની ચર્ચા દરમિયાન આ ખુલાસો થયો હતો.
પેટ કમિન્સ પર રૂપિયાનો વરસાદ પણ દેશને પ્રાથમિકતા:
ગયા વર્ષે IPL મેગા ઓક્શન પહેલા સનરાઇઝર્સ હૈદરાબાદે પેટ કમિન્સને 18 કરોડ રૂપિયામાં રીટેઇન કર્યો હતો. વર્ષ 2024ના IPL ઓક્શનમાં SRHએ 20.5 કરોડ રૂપિયામાં કમિન્સ સાથે કોન્ટ્રાક્ટ કર્યો હતો.
નોંધનીય છે કે પેટ કમિન્સ ઓસ્ટ્રેલિયન ટીમનો ટેસ્ટ અને ODI કેપ્ટન છે. તેની કેપ્ટનશીપ હેઠળ ઓસ્ટ્રેલીયન ટીમ ODI વર્લ્ડ કપ વિજેતા બની હતી. અહેવાલ મુજબ ટોચના ઓસ્ટ્રેલિયન ક્રિકેટરો સામાન્ય રીતે દર વર્ષે લગભગ 1.5 મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલર (આશરે રૂ.8.74 કરોડ) આપવામાં આવે છે. જોકે, કમિન્સ ટીમનો ટેસ્ટ અને ODI કેપ્ટન પણ છે, જ્યારે તેમના કેપ્ટનશિપ સ્ટાઇપેન્ડને ધ્યાનમાં લેવામાં આવે તો તેને દર વર્ષે લગભગ 3 મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલર (આશરે રૂ.17.48 કરોડ) મળે છે. IPL ફ્રેન્ચાઇઝી એ તેને આ રકમથી ઘણી વધારે રકમ ઓફર કરી હતી, પણ તેણે દેશ માટે રમવાને પ્રાથમિકતા આપી છે.
આ ખેલાડી T20 લીગ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ છોડ્યું:
નોંધનીય છે કે T20 ક્રિકેટ લીગ ખેલાડીઓને મોટી કમાણી કરી આપે છે. દક્ષિણ આફ્રિકાના હેનરિક ક્લાસેને T20 ફ્રેન્ચાઇઝી માટે રમવા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. વર્ષ 2023 માં ઇંગ્લેન્ડના જોફ્રા આર્ચર અને જોસ બટલરને કરોડો રૂપિયાની ઓફર આપવામાં આવી હતી, પરંતુ ને ખેલાડીઓએ ઇનકાર કર્યો હતો.
આ પણ વાંચો…IPL કોમેન્ટેટર-એક્ટરે યુવતી પર રેપ કર્યો, ગૌમાંસ ખવડાવી ધર્મ પરિવર્તન માટે દબાણ કર્યું…