સ્પોર્ટસ

ઑસ્ટ્રેલિયાએ વેસ્ટ ઇન્ડિઝ સામેની ફ્રેન્ક વૉરેલ ટ્રોફી ફરી જાળવી રાખી

સેન્ટ જ્યોર્જીસ: ઑસ્ટ્રેલિયાએ અહીં રવિવારે યજમાન વેસ્ટ ઇન્ડિઝ (West Indies)ને બીજી ટેસ્ટમાં 133 રનથી હરાવીને ત્રણ મૅચની શ્રેણીમાં 2-0થી વિજયી સરસાઈ મેળવવાની સાથે ફ્રેન્ક વૉરેલ ટ્રોફી જાળવી રાખી હતી. કાંગારુઓએ 30 વર્ષથી (1995થી) આ ટ્રોફી જાળવી છે.

વેસ્ટ ઇન્ડિઝની ટીમ ચોથા દિવસે 277 રનના લક્ષ્યાંક સામે 143 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ હતી. રૉસ્ટન ચેઝના સુકાનમાં કૅરિબિયન ટીમમાં એકેય હાફ સેન્ચુરી નહોતી અને આ ટીમ સ્ટાર્કની ત્રણ તથા લાયનની ત્રણ અને હેઝલવૂડની બે વિકેટને લીધે 150 રન પણ નહોતી કરી શકી. પ્રથમ દાવમાં ઑસ્ટ્રેલિયા (Australia)એ 286 રન અને વેસ્ટ ઇન્ડિઝે 253 રન કર્યાં હતા.

આપણ વાંચો: એજબેસ્ટન ટેસ્ટમાં ભારતની શાનદાર જીત વિરાટ કોહલી ખુશખુશાલ; જાણો શું કહ્યું

ઑસ્ટ્રેલિયા બીજી ઇનિંગ્સમાં શમાર જોસેફની ચાર વિકેટ છતાં સ્ટીવ સ્મિથના 71 રનની મદદથી 243 રન કરીને વેસ્ટ ઇન્ડિઝને 277 રનનો પડકારરૂપ ટાર્ગેટ આપવામાં સફળ થયું હતું.

મૅન ઑફ ધ મૅચ વિકેટકીપર ઍલેક્સ કૅરીએ પહેલા દાવમાં 63 અને બીજા દાવમાં 30 રન કરવા ઉપરાંત સ્ટમ્પ્સની પાછળથી કુલ ચાર શિકાર પણ કર્યાં હતા.

ઑસ્ટ્રેલિયાએ પ્રથમ ટેસ્ટ (Test) 159 રનથી જીતી લીધી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button