ભારતમાં મહિલાઓના વર્લ્ડ કપ પહેલાં આ વર્લ્ડ ચૅમ્પિયન ટીમ સિરીઝ રમવા ભારત આવશે | મુંબઈ સમાચાર

ભારતમાં મહિલાઓના વર્લ્ડ કપ પહેલાં આ વર્લ્ડ ચૅમ્પિયન ટીમ સિરીઝ રમવા ભારત આવશે

નવી દિલ્હીઃ આગામી સપ્ટેમ્બરમાં ભારતમાં મહિલાઓનો વન-ડે વર્લ્ડ કપ રમાવાનો છે અને એ પહેલાં ઑસ્ટ્રેલિયા (Australia)ની વિમેન્સ ટીમ ત્રણ મૅચની વન-ડે સિરીઝ (One Day series) રમવા ભારત આવશે. વન-ડેનો વર્લ્ડ કપ છેલ્લે એપ્રિલ, 2022માં રમાયો હતો અને એમાં ઑસ્ટ્રેલિયા ચૅમ્પિયન બન્યું હતું.

ઑસ્ટ્રેલિયાની મહિલા (Women’s) ટીમ ભારત આવશે એવી જાહેરાત બીસીસીઆઇ (BCCI)એ ગુરુવારે કરી હતી.
બીસીસીઆઇએ એવું પણ જાહેર કર્યું હતું કે સપ્ટેમ્બર-નવેમ્બરમાં ઑસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાનીએ’ સ્તરની ટીમ ભારતમાં વિવિધ ફૉર્મેટની મૅચો રમવા આવશે. પુરુષોની ઇન્ડિયા એ’ ટીમ હાલમાં ઇંગ્લૅન્ડના પ્રવાસે છે.

આપણ વાંચો: સ્પોર્ટ્સ વુમન : હવે તો પહેલી વર્લ્ડ કપ ટ્રોફી જીતી જ લાવજો

મહિલાઓની જે ઑસ્ટ્રેલિયન વન-ડે ટીમ ભારત આવશે એની સામે ભારતીય મહિલા ટીમ ત્રણેય વન-ડે મૅચ ચેન્નઈના એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. આ ત્રણ મૅચ 14, 17 અને 20મી સપ્ટેમ્બરે રમાશે.

ભારતમાં મહિલાઓનો વન-ડે વર્લ્ડ કપ 29 સપ્ટેમ્બરથી 26 ઑક્ટોબર દરમ્યાન યોજાશે. એમાં પાકિસ્તાનની મૅચો તટસ્થ સ્થળે રમાશે. ભારતની મેન્સએ’ ટીમની ઑસ્ટ્રેલિયા મેન્સ એ' સામેની મૅચો સપ્ટેમ્બર-ઑક્ટોબર દરમ્યાન લખનઊ અને કાનપુરમાં રમાશે. ત્યાર બાદ સાઉથ આફ્રિકાની મેન્સએ’ ટીમની ઇન્ડિયા મેન્સ `એ’ સામેની મૅચો ઑક્ટોબર-નવેમ્બરમાં બેંગલૂરુમાં રમાશે.

સંબંધિત લેખો

Back to top button