સ્પોર્ટસ

રવિવારે ભારતની ત્રીજી ટી-20ઃ મૅક્સવેલનું આગમન મુસીબત ઊભી કરી શકે…

હૉબાર્ટઃ અહીં ઑસ્ટ્રેલિયા સામે રવિવારે (ભારતીય સમય અનુસાર બપોરે 1.45 વાગ્યાથી) રમાનારી પાંચ મૅચવાળી ટી-20 સિરીઝની ત્રીજી મૅચ જીતીને ભારત જો 1-1થી શ્રેણી બરોબરીમાં નહીં લાવે અને હારી જશે તો યજમાન ટીમ 2-0થી અપરાજિત સરસાઈ મેળવી લેશે અને એવું કરવામાં તેમને ઑલરાઉન્ડર ગ્લેન મૅક્સવેલ (Maxwell) ખૂબ કામ લાગી શકે, કારણકે તે આ મૅચથી ટીમમાં કમબૅક કરી રહ્યો છે.

મૅક્સવેલને કાંડામાં ફ્રૅક્ચર થયું હતું જેને કારણે તેણે સર્જરી કરાવવી પડી હતી. મૅક્સવેલ સ્પિનર્સ સામે સારું રમી શકે છે એટલે વરુણ, કુલદીપ, અક્ષરની કસોટી થશે. મૅક્સવેલના આગમનથી ઑસ્ટ્રેલિયા (Australia)ની બૅટિંગ લાઇન અપ મજબૂત થઈ ગઈ છે. બીજું, મૅક્સવેલ એક વિકેટ લેશે એટલે ટી-20માં તેની 50 વિકેટ પૂરી થશે.

શુભમન ગિલના સુકાનમાં ઑસ્ટ્રેલિયામાં ભારતીય ટીમ 1-2થી વન-ડે સિરીઝ હારી ચૂકી છે અને હવે ટી-20 શ્રેણી પણ જીતી નહીં શકાય તો આગામી ફેબ્રુઆરીના વર્લ્ડ કપ પહેલાંની તૈયારીમાં ભારતીય ટીમને મોટી બે્રક લાગી શકે.

હૉબાર્ટમાં ભારતની આ પહેલી જ ટી-20 મૅચ છે. ઑસ્ટ્રેલિયા સામે ભારત 20 ટી-20 જીત્યું છે અને 12 હાર્યું છે.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button