સ્પોર્ટસ

IND vs AUS: ભારત પહેલીવાર હોબાર્ટમાં T20I મેચ રમશે; પ્લેઇંગ-11માં થશે ફેરફાર! જુઓ પિચ રીપોર્ટ…

હોબાર્ટ: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચ મેચની T20I સિરીઝની ત્રીજી મેચ આજે હોબાર્ટના બેલેરાઇવ ઓવલ સ્ટેડીયમમાં (IND vs AUS T20I) રમશે. પહેલી મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી, જ્યારે બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાએ જીત મેળવી હતી.

ઓસ્ટ્રેલિયન ટીમ સિરીઝમાં 1-0 થી આગળ છે, ભારતીય ટીમ સિરીઝ 1-1થી બરાબર કરવા મેહનત કરશે, જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમ સિરીઝ પર પકડ મજબુત કરવા ઈચ્છશે. આજની મેચમાં પીચ મહત્વની ભૂમિકા ભજવી શકે છે, ભારતીય પ્લેઇંગ-11માં મોટા ફેરફારથવાની પણ શક્યતા છે.

કેવી છે બેલેરાઇવ ઓવલની પિચ:
સામાન્ય રીતે બેલેરાઇવ ઓવલ સ્ટેડીયમમાં હાઈ સ્કોરિંગ મેચ જોવા મળે છે. આ મેદાન પર અત્યાર સુધીમાં કુલ 14 T20I મેચ રમાઈ છે, જેમાં પ્રથમ ઇનિંગ્સનો એવરેજ સ્કોર 150 થી 155 રનની વચ્ચે છે.

14 T20I મેચમેથી પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ સાત મેચ જીત મેળવી છે, જ્યારે રન ચેઝ કરતી ટીમે છ મેચમાં જીત મેળવી છે, જ્યારે એક મેચનું કોઈ પરિણામ આવ્યું ન હતું.

સામાન્ય રીતે આ પીચ પર બેટિંગ સરળ માનવામાં આવે છે, પરંતુ જેમ મેચ આગળ વધે તેમ પિચ સ્પિનર્સને અનુકુળ બને છે, જેના કારણે આ મેચમાં ટોસ મહત્વપૂર્ણ રહેશે.

ભારતીય ટીમ પહેલીવાર લેરાઇવ ઓવલ સ્ટેડીયમમાં T20I મેચ રમશે, જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમ આ મેદાન પર 5 T20I મેચ રમી ચુકી છે, તમામ મેચમાં ટીમે જીત મેળવી છે.

BCCI

પ્લેઇંગ ઇલેવનમાં સંભવિત ફેરફાર:

ત્રીજી T20I માટે પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર કરવમાં આવી શકે છે, પહેલી બે મેચમાં અર્શદીપ સિંહને સામેલ કરવામાં આવ્યો ન હતો. બીજી મેચમાં ટીમને ત્રીજા ફાસ્ટ બોલરની ખોટ વર્તાઈ હતી, જયારે સ્પિનર કુલદીપ ઘણો મોંઘો સાબિત થયો. આજની મેચમાં કુલદીપ જગ્યાએ અર્શદીપ સિંહને તક આપવામાં આવી શકે છે.

બીજી મેચમાં બેટિંગમાં અભિષેક શર્મા અને હર્ષિત રાણા સિવાય તમામ ખેલાડીઓ નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું. નવ ખેલાડીઓએ મળીને માત્ર 19 રન બનાવી શક્યા હતાં. સંજુ સેમસન માત્ર 2 રન જ બનાવી શક્યો હતો, તેણે વિકેટકીપિંગ બંનેમાં ખરાબ પ્રદર્શન કર્યું. આજે તેની જગ્યાએ જીતેશ શર્માને તક આપવામાં આવી શકે છે.

ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન:

અભિષેક શર્મા, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, સંજુ સેમસન/જિતેશ શર્મા (વિકેટકીપર), શિવમ દુબે, અક્ષર પટેલ, હર્ષિત રાણા, કુલદીપ યાદવ/અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બૂમરાહ.

આ પણ વાંચો…રવિવારે ભારતની ત્રીજી ટી-20ઃ મૅક્સવેલનું આગમન મુસીબત ઊભી કરી શકે…

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button