સ્પોર્ટસ
સ્ટાર્કનો અદ્ભુત કૅચ: ઑસ્ટ્રેલિયાને 205 રનનો લક્ષ્યાંક…

પર્થ: ઑસ્ટ્રેલિયા સામેની પહેલી ઍશિઝ ટેસ્ટ (Test)માં આજે બીજા દિવસે ઇંગ્લૅન્ડનો બીજો દાવ સ્કૉટ બૉલેન્ડની ચાર વિકેટ તેમ જ મિચલ સ્ટાર્ક અને બ્રેન્ડન ડૉજિટની ત્રણ-ત્રણ વિકેટને કારણે 164 રનમાં પૂરો થતાં ઑસ્ટ્રેલિયાને જીતવા 205 રનનો પડકારરૂપ ટાર્ગેટ મળ્યો હતો.
જોકે સ્ટાર્કે આજે ઓપનર ઝેક ક્રોવ્લીનો જે રિટર્ન કૅચ ઝીલ્યો એની સોશ્યલ મીડિયામાં બોલબાલા છે.
કૅચ ઝીલતી વખતે સ્ટાર્ક (Starc)ની આંગળી જમીનને અડી ગઈ હોવાની નજીવી ચર્ચા હતી, પણ થર્ડ અમ્પાયર બાંગ્લાદેશના શરફુદૌલએ એને ક્લીન કૅચ તરીકે જાહેર કર્યો હતો.
ક્રોવ્લી (CRAWLY) બીજા દાવમાં પણ શૂન્ય પર સ્ટાર્કને વિકેટ આપી બેઠો હતો. બ્રિટિશ ટીમમાં ગસ એટકિન્સનના 37 રન હાઈએસ્ટ હતા.
આ પણ વાંચો…ઍશિઝ ટેસ્ટમાં જબરી ઊલટફેર: આજકાલમાં કંઈ પણ પરિણામ આવી શકે…



