AUS VS PAK T20: ઓસ્ટ્રેલિયામાં પાકિસ્તાનની કારમી હાર, સીરિઝમાં Whitewash | મુંબઈ સમાચાર

AUS VS PAK T20: ઓસ્ટ્રેલિયામાં પાકિસ્તાનની કારમી હાર, સીરિઝમાં Whitewash

હોબાર્ટઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડમાં એક પછી એક ઉથલપાથલના સમાચાર વચ્ચે પાકિસ્તાને વધુ એક ધબકડો નોંધાવ્યો છે. ઓસ્ટ્રેલિયાએ ત્રીજી ટી-20 મેચમાં પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું છે. આ સાથે ઓસ્ટ્રેલિયાની ટીમે ત્રણ ટી-20 મેચની શ્રેણીમાં પાકિસ્તાનને ક્લિન સ્વીપ કર્યું હતું. બંન્ને વચ્ચે ત્રીજી મેચ હોબાર્ટમાં રમાઈ હતી, જેમાં પાકિસ્તાનની ટીમ પ્રથમ બેટિંગ કરતા 117 રનમાં રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી.

બીજી તરફ ઓસ્ટ્રેલિયાએ 12મી ઓવરમાં માત્ર ત્રણ વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. કાંગારૂ ટીમ માટે માર્કસ સ્ટોઇનિસે તોફાની બેટિંગ કરી હતી. સ્ટોઇનિસે 27 બોલમાં 61 રનની અણનમ ઇનિંગ રમ્યો હતો.

આ મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું, પરંતુ કેપ્ટન આગા સલમાનનો આ નિર્ણય ટીમ માટે ખોટો સાબિત થયો હતો. ઓસ્ટ્રેલિયા માટે એરોન હાર્ડી અને એડમ ઝમ્પાએ ઘાતક બોલિંગ કરી અને અનુક્રમે 3 અને 2 વિકેટ ઝડપી હતી.

આપણ વાંચો: પાકિસ્તાને વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને કચડ્યું; ઓસ્ટ્રેલિયાની ધરતી પર 22 વર્ષ પછી થયું આવું

પાકિસ્તાન ટીમ માટે સૌથી વધુ સ્કોર બાબર આઝમે કર્યો હતો તેણે 28 બોલમાં 41 રન કર્યા હતા. હસીબુલ્લાહ ખાને પણ 24 રનનું યોગદાન આપ્યું હતું. પાકિસ્તાનની ટીમની હાલત એટલી ખરાબ હતી કે 7 બેટ્સમેન ડબલ આંકડાને પણ સ્પર્શી શક્યા ન હતા.

118 રનના લક્ષ્યાંકનો પીછો કરવા આવેલી ઓસ્ટ્રેલિયન ટીમની શરૂઆત સારી રહી ન હતી કારણ કે 30 રનના સ્કોર સુધી ટીમે 2 વિકેટ ગુમાવી દીધી હતી. જોશ ઇંગ્લિસે 27 રનની મહત્વની ઇનિંગ રમી હતી. માર્કસ સ્ટોઇનિસે 23 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી અને 27 બોલમાં 61 રનની ઇનિંગ રમીને ઓસ્ટ્રેલિયાની જીત સુનિશ્ચિત કરી હતી. સ્ટોઇનિસે પણ પોતાની ઇનિંગમાં પાંચ ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા હતા.

ટી-20 ફોર્મેટમાં પાકિસ્તાનની ટીમની હાલત હાલમાં ઘણી ખરાબ છે. છેલ્લી 9 ટી-20 સીરિઝમાં પાકિસ્તાનની ટીમ માત્ર એક જ વખત સીરિઝ જીતી શકી છે જ્યારે 6 વખત હારનો સામનો કરવો પડ્યો છે અને બે વખત સીરિઝ ડ્રો રહી છે.

સંબંધિત લેખો

Back to top button