સ્પોર્ટસ

બોક્સિંગ ડે ટેસ્ટના આઠ દિવસ અગાઉ ઓસ્ટે્રલિયાએ જાહેર કરી ટીમ, લાન્સ મોરિસ બહાર

મેલબોર્ન: ઓસ્ટે્રલિયાએ મેલબોર્નમાં પાકિસ્તાન વિદ્ધ બોક્સિંગ ડે ટેસ્ટ માટે તેની 13 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ વિજેતા ટીમે રવિવારે પર્થમાં 360 રનની શાનદાર જીત નોંધાવનાર તેની ટીમમાં વધુ ફેરફાર કર્યા નથી. આ વખતે 14 ખેલાડીઓની ટીમ જાહેર કરવાને બદલે ઓસ્ટે્રલિયાએ એક ખેલાડી ઓછો એટલે કે 13 ખેલાડીઓની ટીમ પસંદ કરી છે. અનકેપ્ડ ફાસ્ટ બોલર લાન્સ મોરિસને ડોમેસ્ટિક ટૂર્નામેન્ટમાં વાપસી કરવા માટે ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં બીજી ટેસ્ટમાં પણ અનુભવી બોલર મિશેલ સ્ટાર્ક, જોશ હેઝલવુડ અને કેપ્ટન પેટ કમિન્સ ઝડપી બોલિંગ સંભાળશે. આ સાથે જ ટીમ પાસે સ્કોટ બોલેન્ડના રૂપમાં બીજો વિકલ્પ પણ છે. જો ઓસ્ટે્રલિયન ટીમ મેનેજમેન્ટ પ્લેઇંગ-11માં ફેરફાર કરે છે તો સ્ટાર્કને આરામ આપવામાં આવી શકે છે અને બોલેન્ડને તક મળી શકે છે. યુવા ઓલરાઉન્ડર કેમરુન ગ્રીન અન્ય એક ખેલાડી છે જે પ્લેઈંગ-11માં સ્થાન મેળવવાની રેસમાં છે. જોકે, કેપ્ટન પેટ કમિન્સે કહ્યું હતું કે `મને નથી લાગતું કે ઈજા કોઈ સમસ્યા હશે. મને લાગે છે કે પર્થમાં જીત બાદ તમામ બોલરો ફ્રેશ છે. ઉનાળાની આ એક સરસ શરૂઆત છે.’ પ્રથમ ટેસ્ટ બાદ ઓસ્ટે્રલિયાની એકમાત્ર ચિંતા સ્ટાર બેટ્સમેન માર્નસ લાબુશેન હતી. પ્રથમ ટેસ્ટમાં લાબુશેન ઇજાગ્રસ્ત થયો હતો. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં ઓસ્ટે્રલિયા હાલમાં 41.67 પોઈન્ટ ટકા સાથે પાંચમા સ્થાને છે. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button