ગ્લેન મેક્સવેલે પકડ્યો અશક્ય લાગતો કેચ! વિડીયો જોઇને તમે પણ ચોંકી જશો | મુંબઈ સમાચાર

ગ્લેન મેક્સવેલે પકડ્યો અશક્ય લાગતો કેચ! વિડીયો જોઇને તમે પણ ચોંકી જશો

ડાર્વિન: ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાની મેન્સ ક્રિકેટ ટીમો વચ્ચે ત્રણ T20 મેચની સિરીઝની શરૂઆત થઇ ચુકી છે. બે મજબૂત ટીમો વચ્ચેની આ હાઈપ્રોફાઈલ સિરીઝ રસપ્રદ રહે રહેશે, આ સિરીઝની પહેલી મેચ ગઈ કાલે રવિવારે ઓસ્ટ્રેલીયાના ડાર્વિન શહેરમાં આવેલા TIO સ્ટેડિયમમાં રમાઈ (AUS vs SA T20 match in Darwin) હતી, ઓસ્ટ્રેલીયાએ આ મેચ 17 રનથી જીતીને સિરીઝમાં 1-0ની લીડ મેળવી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયન ખેલાડી ગ્લેન મેક્સવેલે બાઉન્ડ્રી પર પકડેલા શાનદાર કેચની ચર્ચા (Glenn Maxwell catch) થઇ રહી છે.

દક્ષિણ આફ્રિકાની ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલીયાની ટીમે 178 રન બનાવ્યા હતાં, ટિમ ડેવિડે 52 બોલમાં 83 રનની શાનદાર ઇનિંગ રમી. જેના જવાબમાં દક્ષિણ આફ્રિકા 161 રન જ બનાવી શકી હતી, જેમાં રાયન રિકેલ્ટનને 55માં 71 રન બનાવ્યા. આ મેચ મેચનું પરિણામ અલગ જ આવી શક્યું હોત જો ગ્લેન મેક્સવેલે શાનદાર બેટિંગ કરી રહેલા રાયન રિકેલ્ટનનો કેચ ના પકડ્યો હોત.

મેક્સવેલે આ રીતે પકડ્યો અદ્ભુત કેચ:

દક્ષિણ આફ્રિકાની ઇનિંગ્સની છેલ્લી ઓવર હતી, રાયન રિકેલ્ટન 71 રન બનાવીને રમી રહ્યો હતો. ઓવરના બીજા બોલ પર, રાયન રિકેલ્ટને લોંગ ઓન પર સિક્સર મારવાનો પ્રયાસ કર્યો, બોલ ઉંચો ગયો સાથે લંબાઈ પણ કવર કરી, બોલ સીધો બાઉન્ડ્રીને બહાર જઈ રહ્યો હતો. પરંતુ ત્યાં ઉભેલા ફિલ્ડર ગ્લેન મેક્સવેલે એવું ન થાવ દીધું.

ગ્લેન મેક્સવેલે કુદકો મારીને બાઉન્ડ્રી પાર જતા બોલને પકડ્યો અને પગ નીચે અડે એ પહેલા જ બોલને મેદાન તરફ ઉપર ઉછળી દીધો, ત્યારબાદ મેક્સવેલ બાઉન્ડ્રીની બહાર જઈને પાછો અંદર આવ્યો અને હવામાં રહેલા બોલને પકડી લીધો. ક્રિકેટ ઈતિહાસમાં અગાઉ પણ આવા કેચ જોવા મળ્યા છે પણ ગ્લેન મેક્સવેલે પકડેલો કેચ વધારે જ મુશ્કેલ હતો, જેનો વિડિઓ જોઈ તમને ખ્યાલ આવશે કે આ કેચ પકડવા કેટલી મહેનત અને ચોક્કસાઈની જરૂર પડી હશે.

રન ચેઝ કરી રહેલી દક્ષિણ આફ્રિકાની ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 161 રન જ બનાવી શકી અને 17 રણથી મેચ હારી ગઈ.

આ પણ વાંચો…પહેલી ટી-20 મેચમાં ઓસ્ટ્રેલિયાએ સાઉથ આફ્રિકાને 17 રનથી હરાવ્યું…

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button