ચેન્નાઇઃ 7 વર્ષ બાદ લાંબા સમય બાદ ભારત પહોંચેલી પાકિસ્તાન ક્રિકેટ ટીમ આ દિવસોમાં વિવાદોનું કેન્દ્ર બની ગઈ છે. વર્તમાન 2023 વર્લ્ડ કપમાં પાકિસ્તાનને લઈને દરરોજ કોઈને કોઈ વિવાદ ઊભો થઈ રહ્યો છે. ગઈ કાલે બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં પાકિસ્તાન અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની મેચમાં પણ વિવાદ જોવા મળ્યો હતો.
પાકિસ્તાનને ટૂર્નામેન્ટમાં સતત બીજી હારનો સામનો કરવો પડ્યો છે. ઓસ્ટ્રેલિયાએ 20 ઓક્ટોબર, શુક્રવારે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં તોફાની બેટિંગ અને ઘાતક બોલિંગના આધારે પાકિસ્તાનને 62 રનથી હરાવ્યું હતું.
પોલીસે આ પાકિસ્તાન મેચમાં કોઈપણ અપ્રિય ઘટનાને ટાળવા માટે સુરક્ષા કારણોસર કોઈપણ ભડકાઉ સૂત્રોચ્ચાર પર પ્રતિબંધ મૂક્યો હતો. સ્ટેડિયમ પરિસરમાં તૈનાત પોલીસ કર્મચારીઓએ કોઈપણ અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે ચાહકોને નિયંત્રિત કરવા માટે કેટલાક કડક પગલાં લીધા હતા. પોલીસે ચાહકોને વિરોધ તરીકે કાળા પોશાકનો ઉપયોગ ન કરવાની પણ સલાહ આપી હતી. તે જ સમયે, પોલીસે ચાહકોને ઉશ્કેરણીજનક સૂત્રો સાથે ‘પ્લેકાર્ડ્સ’ નો ઉપયોગ ન કરવા પણ કહ્યું હતું.
પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચમાં કેટલાક ચાહકો પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવતા જોવા મળ્યા હતા. તે સમયે સ્ટેન્ડમાં હાજર પોલીસકર્મીઓએ ચાહકોને નારા લગાવતા રોક્યા હતા. આ અંગે ચાહકોએ નારાજગી વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે તેઓ ખાસ પાકિસ્તાનથી મેચ જોવા આવ્યા છે અને જો તેઓ પાકિસ્તાન ઝિંદાબાદના નારા ના લગાવે તો શું કરે? જવાબમાં પોલીસ કર્મચારીએ જણાવ્યું હતું કે તે ઉચ્ચ અધિકારીઓના આદેશ હતો કે ચાહકોને ભડકાઉ સૂત્રોચ્ચાર કરવાની મંજૂરી ન આપવી જોઈએ, તેથી અમે તેનું પાલન કરી રહ્યા છીએ. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ