એક સમયે Tentમાં રહેવા મજબૂર હતો Team Indiaનો આ Star Player અને આજે…

Team Indiaના Star Batsman Yashaswi Jaiswalનો સિતારો હાલમાં એકદમ બુલંદી પર છે. ટીમ માટે યશસ્વી એક યશસ્વી ખેલાડી સાબિત થઈ રહ્યો છે અને ઈંગ્લેન્ડ સામેની મેચમાં તેની બેટમાંથી રનનો વરસાદ થઈ રહ્યો છે. પરંતુ એક સમય એવો પણ હતો કે આ સ્ટાર ખેલાડી ટેન્ટમાં રહેવા માટે મજબૂર હતો અને આજે યશસ્વી એક બે નહીં પણ પાંચ પાંચ આલીશાન ઘરનો માલિક બની ગયો છે.
ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓપનિંગ બેટ્સમેન યશસ્વીએ બાળપણમાં ખૂબ જ સંઘર્ષ કર્યો છે. ક્રિકેટ પ્રત્યેના પ્રેમને કારણે યશસ્વીએ શરૂઆતના દિવસોમાં ટેન્ટમાં રહીને દિવસો પસાર કર્યા હતા. પણ હવે યશસ્વીના દિવસો ફરી ગયા છે અને મળી રહેલાં માહિતી પ્રમાણે તેણે મુંબઈમાં બીજું ઘર ખરીદ્યું છે, જેની કિંમત કરોડોમાં છે.
બાવીસ વર્ષની નાની ઉંમરે જ યશસ્વીએ સપનાની નગરી મુંબઈમાં આલીશાન ઘર ખરીદ્યું છે.
મુંબઈમાં થાણેમાં પાંચ BHKનો 1500 સ્ક્વેર ફૂટનો ફ્લેટ ખરીદ્યો છે અને ત્યાર બાદ યશસ્વીએ બાંદ્રાના બીકેસી ખાતે બીજું ઘર ખરીદ્યું છે. યશસ્વીએ પોતાના આ ડ્રીમ હાઉસને યુરોપિયન સ્ટાઈલમાં ડિઝાઈન કર્યું છે જે જોવામાં એકદમ ફાઈવ સ્ટાર હોટેલ જેવું લાગે છે. વ્હાઈટ કલરની દિવાલ અને લાઈટ કલરના ફર્નિચરવાળું આ ઘર દેખાવમાં એકદમ ક્લાસી લાગે છે.
આ ઘરને લેવિશ બનાવતી દરેક વસ્તુ ઘરમાં હાજર છે. બેડરૂમ, બાથરૂમ અને કિચન એરિયા સહિતના દરેક એરિયાને ખુબ જ આલીશાન બનાવવામાં આવ્યું છે અને પહેલી નજરે જ આ આલીશાન ઘર ગમી જાય એટલું સુંદર છે.
યશસ્વીની ગેમ વિશે વાત કરીએ તો યશસ્વી હાલમાં એકદમ ફોર્મમાં છે. ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં તેનું પ્રદર્શન ખૂબ જ નોંધનીય રહ્યું છે. બે મેચમાં તેણે ફટકારેલી ડબલ સેંચ્યુરીએ ટીમ ઈન્ડિયાને જીત અપાવવામાં મહત્વનો ફાળો આપ્યો હતો.