ઇન્ટરનેશનલસ્પોર્ટસ

ભારત-પાકિસ્તાન વચ્ચે આજે હૉકીમાં ટક્કર

બપોરે 1.15 વાગ્યે જંગ શરૂ: પાકિસ્તાન આઠ વર્ષથી ભારતને હરાવી નથી શક્યું

બીજિંગ: ચીનના હુલનબુર શહેરમાં આયોજિત હૉકીની એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં આજે (બપોરે 1:15 વાગ્યાથી) કટર હરીફ ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર છે.

બંને ટીમ સેમિ ફાઇનલમાં પહોંચી ગઈ છે, પરંતુ એ પહેલાં તેમની વચ્ચે આ રોમાંચક લીગ મુકાબલો થશે.
છેલ્લે ભારતે પાકિસ્તાનને ગયા વર્ષે ચીનની એશિયન ગેમ્સમાં 10-2થી કચડી નાખ્યું હતું.

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીના સૌથી વધુ ચાર ટાઇટલ ભારત પાસે છે.

ભારત આ વખતની આ સ્પર્ધામાં પહેલી ચારેય લીગ મૅચ જીત્યું છે, જ્યારે પાકિસ્તાનનો ચારમાંથી બે મૅચમાં વિજય થયો છે અને બે મૅચ ડ્રોમાં ગઈ છે.

હરમનપ્રીત સિંહ ભારતીય ટીમનો અને અમ્માદ બટ પાકિસ્તાનનો કેપ્ટન છે. 19 વર્ષનો હન્નદ શાહિદ પાકિસ્તાનની ટીમનું સૌથી મોટું આકર્ષણ છે. તેણે આ ટૂર્નામેન્ટમાં ચાર ગોલ કર્યા છે.

ભારતના મુખ્ય ખેલાડીઓમાં હરમનપ્રીત સિંહ ઉપરાંત અરાઇજીત સિંહ, રાજકુમાર પાલ, સુખજીત સિંહ, ઉત્તમ સિંહ વગેરેનો સમાવેશ છે.

બંને દેશ વચ્ચેના તમામ હોકી મુકાબલાઓમાં પાકિસ્તાન 82-66થી સરસાઈમાં છે, પરંતુ છેલ્લા 16 મુકાબલાઓમાં ભારતનું પ્રભુત્વ રહ્યું છે. 16માંથી 14 મુકાબલા ભારત જીત્યું છે અને બે મૅચ ડ્રોમાં ગઈ છે. પાકિસ્તાન છેલ્લે 2016માં ભારત સામે હૉકીમાં જીત્યું હતું. ભારતની એ હાર ગુવાહાટીની સાઉથ એશિયન ગેમ્સની ફાઇનલમાં થઈ હતી.

Show More

Related Articles

Back to top button
દેશમાં કાશ્મીરી મહિલાઓ આ બાબતમાં મોખરાના ક્રમે છે, શું છે વાત? 22 વર્ષ નાની એક્ટ્રેસ સાથે ફેમસ કોમેડિયને સેટ પર કરી આવી હરકત અને પછી જે થયું એ… યંગ દેખાવવું છે? આ પાંચ લિપસ્ટિક શેડ્સ કરશે તમારી મદદ… મૂડ ફ્રેશ કરવા ડેસ્ક્ પર રાખો આ પ્લાન્ટ્સ