ઇંગ્લેન્ડ સામે શ્રેષ્ઠ પ્રદર્શન છતાં આ ખેલાડીઓને એશિયા કપમાં સ્થાન નહીં મળે! આ ખેલાડીઓને મળી શકે તક

મુંબઈ: T20 ફોર્મેટમાં રમાનાર એશિયા કપ 2025ની શરૂઆત 9 સપ્ટેમ્બરના રોજથી થવાની છે, આ ટુર્નામેન્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત આવીકાલે 19 ઓગસ્ટના રોજ કરવામાં આવી શકે છે. એ પહેલા બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડિયા(BCCI)ના સિલેક્ટર્સ ખેલાડીઓના નામ પર વિચાર-વિમર્શ કરી રહ્યા છે. એવામાં અહેવાલ છે કે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરનાર શુભમન ગિલ, મોહમ્મદ સિરાજ અને યશસ્વી જયસ્વાલ જેવા સ્ટાર ભારતીય ખેલાડીઓને ટીમમાં સ્થાન નહીં મળે.
અજિત અગરકરની આગેવાની હેઠળની સિલેક્ટર્સની કમિટી T20 ફોર્મેટમાં છેલ્લા ઘણા સમયથી સારું પ્રદર્શન કરી રહેલા કોર ગ્રુપને એશિયા કપ માટે જાળવી રાખી શકે છે, જેમાં ગિલ અને જયસ્વાલને સ્થાન મળે એવી શક્યતા ઓછી છે. ટીમમાં ઓપનર તરીકેની જવાબદારી અભિષેક શર્મા અને સંજુ સેમસન સોંપવામાં આવી શકે છે.
એક અહેવાલ મુજબ સ્કવોડમાં ત્રીજા ઓપનર તરીકે ગિલ કે જયસ્વાલ બંનેમાંથી એકને સ્થાન મળી શકે છે, જો કે એક જયસ્વાલના ચાન્સ વધુ છે. એવું પણ બની શકે છે બંનેમાંથી કોઈને પણ તક ન મળે. સિલેક્ટર્સ શિવમ દુબે કે વોશિંગ્ટન સુંદરને પણ તક આપી શકે છે.
ઇંગ્લેન્ડ સામે ગિલ અને જયસ્વાલનું શાનદાર પ્રદર્શન:
નોંધનીય છે કે શુભમન ગિલ ભારતીય ટેસ્ટ ટીમનો કેપ્ટન છે. તાજેતરમાં સમાપ્ત થયેલી ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં ભારતીય ટીમે 2-2 થી ડ્રો કરી, જેમાં શુભમનને શાનદાર પ્રદર્શન કર્યું હતું. સિરીઝમાં શુભમન ગિલે 75.40 ની એવરેજથી 754 રન બનાવ્યા, જેમાં ચાર સદીનો સમાવેશ થાય છે, જેમાં તેનો બેસ્ટ સ્કોર 269 રહ્યો હતો. ગિલને જુલાઈ મહિના માટે ICC મેન્સ પ્લેયર ઓફ ધ મન્થ પસંદ કરવામાં આવ્યો હતો.
યશસ્વી જયસ્વાલે પણ ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં સારું પ્રદર્શન કર્યું હતું. પાંચ મેચની સિરીઝમાં જયસ્વાલે 41.10 ની એવરેજ 411 રન બનાવ બનાવ્યા, જેમાં બે સદી અને બે ફિફ્ટીનો સમાવેશ થાય છે.
શ્રેયસ ઐયરને તક મળશે?
IPL 2025માં શ્રેયસ ઐયરે તેની આગેવાની હેઠળ પંજાબ કિંગ્સને ફાઈનલ સુધી પહોંચાડી હોવા છતાં તેને એશિયા કપમાં સ્થાન મળે તેવી શક્યતા ઓછી છે. IPL 2025માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) તરફથી શાનદાર પ્રદર્શન કરનાર જીતેશ શર્માને એશિયા કપ 2025ની ટીમમાં સ્થાન મળી શકે છે.
સિરાજને નહીં મળે સ્થાન?
ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરનાર મોહમ્મદ સિરાજને પણ એશિયા કપની ટીમમાં સ્થાન મળવાની શક્યતા ઓછી છે. જસપ્રીત બુમરાહ ટીમનો લીડ ફાસ્ટ બોલર રહેશે, તેની સાથે અર્શદીપ સિંહ અને પ્રસિદ્ધ કૃષ્ણા સથા આપશે. હાર્દિક પંડ્યા ફાસ્ટ ઓલરાઉન્ડર તરીકે જોવા મળશે.
આ પણ વાંચો…બુમરાહ એશિયા કપમાં રમશે કે નહીં? સિલેક્ટરોને કહી દીધી `મન કી બાત’