
નવી દિલ્હીઃ એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન બંને દેશો ક્રિકેટ મેચ રમી રહ્યાં છે. આગામી 14મી સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ યોજાવાની છે. ભારત પાકિસ્તાન સાથે મેચ રમી રહ્યું છે તેનો દેશભરમાં વિરોધ પણ થયો છે. ખાસ કરીને પહલગામ હુમલા બાદ શા માટે ભારત પાકિસ્તાન ક્રિકેટ મેચ રહી રહ્યું છે? તેવી અનેક સવાલો પણ થઈ રહ્યાં છે. સોશિયલ મીડિયામાં આ મેચનો ખૂબ વિરોધ પણ થઈ રહ્યો છે. ખાસ કરીને બીસીસીઆઈને લોકો દેશદ્રોહી ગણી રહ્યાં છે.
સોશિયલ મીડિયામાં બીસીસીઆઈની ભારે આલોચના
હવે મહત્વની વાત એ છે કે, આ મેચ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ છે. સુપ્રીમ કોર્ટમાં એક PIL દાખલ કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, જમ્મુ અને કાશ્મીરના પહલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચ રમવી રાષ્ટ્રહિતમાં નથી’. આ તો થવાનું જ હતું. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, ‘પાણી અને લોહી એક સાથે નહીં વહી શકે!’ તો પછી ભારત પાકિસ્તાન સાથે ક્રિકેટ મેટ શા માટે રમી રહ્યું છે? લોકો કહી રહ્યાં છે કે, પહલગામ આતંકવાદી હુમલાના ઘા હજી રૂંઝાય પણ નથી અને પાકિસ્તાન સાથે મેચનું આયોજન કરવામાં આવી રહ્યું છે, આ યોગ્ય નથી.
આ પણ વાંચો: લોહી અને પાણી એક સાથે વહી ન શકે તો પછી પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચ કેમ? ઓવૈસીએ સરકારને કર્યો સવાલ…
શું આ મેચ રદ્દ કે સ્થિગિત કરવામાં આવશે?
હવે સુપ્રીમ કોર્ટ આ મામલે દખલ કરે તે માટે PIL દાખલ કરવામાં આવી છે. ભારત પાકિસ્તાનની મેચ રાષ્ટ્રહિતમાં નથી તેવી ફરિયાદ થઈ છે. હવે જોવાનું એ રહે છે કે, શું આ મેચ રદ્દ કે સ્થિગિત કરવામાં આવશે. આગામી ત્રણ દિવસ બાદ આ મેચ યોજાવાની છે. કોર્ટ પાસે કાર્યવાહી કરવા માટે માત્ર ત્રણ દિવસ જ છે. એશિયા કપમાં તે માટેની તમામ તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે. હમણાં જે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, તેમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન અને પાકિસ્તાની ક્રિકેટ ટીમના કેપ્ટને હાથ પણ મિલાવ્યો હતો.
આ પણ વાંચો: યુએઇના એશિયા કપમાં ભારત-પાકિસ્તાનની ત્રણ ટક્કર થઈ શકે