IND vs PAK મેચમાં અડધું સ્ટેડીયમ ખાલી રહેશે! આ કારણે નથી વેચાઈ રહી ટિકિટો

દુબઈ: ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચને ‘ધ ગ્રેટેસ્ટ રાઈવરલી’ તરીકે ઓળખવામાં આવે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટમાં સ્ટેડિયમ હમેશા ખિચોખીચ ભરેલું જોવા મળે છે, મેચની ટીકીટોની ઊંચા ભાવે કાળાબજારી પણ થતી હોય છે.
હાલમાં ચાલી રહેલા એશિયા કપ 2025માં રવિવારે બંને કટ્ટર હરીફ ટીમો ફરી એક વાર આમને સામને થવાની છે, પરંતુ આ વખતે દુબઈનું સ્ટેડીયમ અડધું ખાલી દેખાઈ શકે છે. અહેવાલ મુજબ શુક્રવાર સવાર સુધી સ્ટેડિયમની કુલ ક્ષમતાની અડધી ટિકિટો પણ નથી વેચાઈ.
અહેવાલ મુજબ મેચના બે દિવસ પહેલા સુધી દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમની ક્ષમતાની 50 ટકા ટિકિટો પણ વેચાઈ નથી. ભારત અને પાકિસ્તાન ક્રિકેટના ઇતિહાસમાં કદાચ પહેલી વાર એવું બનશે કે ટિકિટો મેચના દિવસે પણ ઉપલબ્ધ હશે.
આપણ વાંચો: ભારત-પાક ક્રિકેટ મેચ રદ કરવા સુપ્રીમ કોર્ટમાં અરજી; જાણો કોર્ટે શું કહ્યું
મોંઘા દરની ટિકિટો ના વેચાઈ:
ભારત-પાક મેચની ટિકીટોનું વેચાણ 29 ઓગસ્ટના રોજથી શરુ કરવામાં આવ્યું હતું. એશિયા કપના ગ્રુપ-સ્ટેજ મેચો માટે બેઝ પ્રાઈસ USD 13 નક્કી કરવામાં આવી છે, ભારત-પાકિસ્તાન મેચ માટે ઓછી કિંમતના સ્ટેન્ડની તામામ ટિકીટો વેચાઈ ગઈ છે. જ્યારે બાકીની મોટા ભાગની ટિકીટો વેચાઈ નથી. ન વેચાયેલી સીટોની કિંમત USD 99 થી માંડીને USD 4,534છે.
ટિકિટો ન વેચાતા અમીરાત ક્રિકેટ બોર્ડ (ECB) ના અધિકારીઓને પણ આશ્ચર્ય થઇ રહ્યું છે. કેમ કે ગત ફેબ્રુઆરીમાં ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત-પાકિસ્તાન મેચની ટિકિટો મિનિટોની અંદર વેચાઈ ગઈ હતી.
આપણ વાંચો: પાકિસ્તાન સાથે મેચ રમવી રાષ્ટ્રહિતમાં નથી તેવી સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ દાખલ થઈ
પહલગામ હુમલા મામલે ચાહકોમાં રોષ:
ટિકિટો ન વેચાવા પાછળ ઘણા કારણો જવાબદાર છે, મુખ્ય કારણ છે પહલગામ આંતવાદી હુમલા બાદ ભારતીયોમાં ફેલાયેલો રોષ. ભારતમાં ઘણા ક્રિકેટ ચાહકોએ ભારત-પાક મેચનો બહિષ્કાર કર્યો છે. પાકિસ્તાન સામે મેચ રમવા બદલ ઘણાં લોકો સોશિયલ મીડિયા પર ભારત સરકાર અને BCCI સામે રોષ ઠાલવી રહ્યા છે. જેની અસર ટીકીટના વેચાણ પર પડી રહી છે.