સ્પોર્ટસ

અશ્વિનના પિતાએ દીકરાની નિવૃત્તિના મુદ્દે મોટો ધડાકો કર્યો

એક ચૅનલને કહ્યું કે `ટીમમાં મારા દીકરાનો સતત માનભંગ…'

ચેન્નઈઃ ભારતના સ્પિન-લેજન્ડ આર. અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી ઓચિંતી નિવૃત્તિની જાહેરાત કરી એને માંડ 24 કલાક થયા ત્યાં તો તેના પિતા રવિચન્દ્રને એક ચૅનલને ઇન્ટરવ્યૂમાં કહ્યું કે મારા દીકરાએ ટીમમાં થતા માનભંગને કારણે જ અચાનક રિટાયરમેન્ટ જાહેર કર્યું હશે. તે આ માનભંગને કારણે થોડા સમયમાં નિવૃત્તિ લઈ લેશે એવી અમારા પરિવારને અપેક્ષા હતી જ. આવું બધુ કોઈ કેટલો વખત સહન કરે? એ જ કારણસર તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાનું ઓચિંતુ છોડી દીધું. મને પણ છેલ્લી ઘડીએ ખબર પડી હતી. એક રીતે મને વિચાર આવે છે કે તેણે રમવાનું નહોતું છોડવું જોઈતું.'

અશ્વિન બ્રિસ્બેનથી ગુરુવારે સવારે ચેન્નઈ આવી પહોંચ્યો હતો. તેનું ચેન્નઈ ઍરપોર્ટ પર અને તેના નિવાસસ્થાન ખાતે ભવ્ય સ્વાગત કરાયું હતું. અશ્વિને પિતાની કમેન્ટ્સ વિશેએક્સ’ પર પ્રતિક્રિયા આપી હતી. અશ્વિને વિવાદને ટાળવાના સંભવિત આશયથી લખ્યું, મીડિયા સાથે કેવી રીતે વાત કરવી એ મારા પિતાને બરાબર ફાવતું નથી. મીડિયા મારા વિશે જાણવા મારા પિતા સુધી પહોંચી જશે એની મેં કલ્પના પણ નહોતી કરી.' અશ્વિનેએક્સ’ પર વધુમાં લખ્યું, `મારા પપ્પાએ જે કંઈ કહ્યું એને મન પર નહીં લેતા. તેઓ જે કંઈ બોલ્યા એ ધ્યાનમાં ન લો એવી સૌને મારી વિનંતી છે.’

અશ્વિનની પહેલાં સ્પિન-ઑલરાઉન્ડર વૉશિંગ્ટન સુંદરને પર્થની ટેસ્ટમાં રમાડવામાં આવ્યો હતો. ઍડિલેઇડની બીજી ટેસ્ટમાં અશ્વિનને રમવા મળ્યું, પણ બ્રિસ્બેનની ત્રીજી ટેસ્ટમાં રવીન્દ્ર જાડેજાને મોકો અપાયો હતો જેણે બૅટિંગ-તાકાતથી (77 રન બનાવીને) ટીમમાં સ્થાન મજબૂત કરી લીધું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button