Ashes 2025: પર્થમાં સ્ટાર્કનો તરખાટ! ટોસ જીતીને બેટિંગ કરી રહેલી ઇંગ્લેન્ડની નબળી શરૂઆત

પર્થ: ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમો વચ્ચે રમાતી ઐતિહાસિક એશિઝ સિરીઝની શરૂઆત થઇ ચુકી છે. ઓસ્ટ્રેલિયાના પર્થ સ્ટેડિયમમાં રમાઈ રહેલી પહેલી ટેસ્ટમાં ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો, આ નિર્ણય ખોટો સબિત થતો જણાઈ રહ્યો છે. ઓસ્ટ્રેલિયન બોલરોએ શાનદાર શરૂઆત નોંધાવી છે, પહેલી જ ઓવરમાં શૂન્ય રનના સ્કોર પર ઇંગ્લેન્ડની પહેલી વિકેટ પડી હતી.
ઓસ્ટ્રેલિયન ટીમ તેના બે ફ્રન્ટ લાઈન બોલર્સ કેપ્ટન પેટ કમિન્સ અને પેસ પાર્ટનર જોશ હેઝલવુડ વગર રમી રહી છે. સ્ટીવ સ્મિથ ટીમની કમાન સંભાળી રહ્યો છે. મિશેલ સ્ટાર્કે ઇંગ્લેન્ડની કમર તોડી નાખી છે, પ્રથમ 9 ઓવરમાં તેણે ઇંગ્લેન્ડના ત્રણ બેટર્સને પવેલીન મોકલ્યા.
ઈંગ્લેન્ડની પ્રથમ ઇનિંગ શરૂઆત કરવા માટે બેન ડકેટ અને ઝેક ક્રોલી મેદાનમાં આવ્યા હતાં, મિશેલ સ્ટાર્કે પહેલી ઓવરમાં ઝેક ક્રોલીની વિકેટ લીધી, ક્રોલી ખાતું ખોલાવ્યા વગર આઉટ થયો. ત્યાર બાદ ડકેટે બેઝ બોલ સ્ટાઈલમાં બેટિંગ કરવાના નો પ્રયાસ કર્યો પણ 21 રન બનાવીને તે પણ સ્ટાર્કનો શિકાર બન્યો. ત્યાર બાદ બેટિંગ કરવા આવેલો ઇંગ્લેન્ડનો દિગ્ગજ બેટર જો રૂટ પણ ક્રિઝ પર ટકી ન શક્યો, સ્ટાર્કે જો રૂટને શૂન્ય પર આઉટ કર્યો.
ઓસ્ટ્રેલિયન પ્લેઇંગ-11:
ઉસ્માન ખ્વાજા, જેક વેધરલ્ડ, માર્નસ લાબુશેન, સ્ટીવન સ્મિથ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, કેમેરોન ગ્રીન, એલેક્સ કેરી (ડબલ્યુ), મિશેલ સ્ટાર્ક, નાથન લિયોન, બ્રેન્ડન ડોગેટ, સ્કોટ બોલેન્ડ.
ઇંગ્લેન્ડની પ્લેઇંગ-11
બેન ડકેટ, ઝેક ક્રોલી, ઓલી પોપ, જો રૂટ, હેરી બ્રુક, બેન સ્ટોક્સ (કેપ્ટન), જેમી સ્મિથ (ડબલ્યુ), ગુસ એટકિન્સન, બ્રાયડન કાર્સ, જોફ્રા આર્ચર, માર્ક વુડ



