સ્પોર્ટસ

ટી-20 વર્લ્ડમાં સિંઘ ઇઝ કિંગ

આનંદો! આઇસીસીએ પ્રતિષ્ઠિત પુરસ્કાર માટે ભારતના આ સ્ટાર બોલર પર ઢોળ્યો કળશ

દુબઈઃ ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ ભારતના ટી-20 સ્પેશિયાલિસ્ટ ફાસ્ટ બોલર અને ભારત વતી ટી-20 ફૉર્મેટમાં 61 મૅચમાં સૌથી વધુ 97 વિકેટ લઈ ચૂકેલા અર્શદીપ સિંહને આઇસીસી મેન્સ ટી-20 ક્રિકેટર ઑફ ધ યર-2024ના પુરસ્કાર માટે પસંદ કર્યો છે. તેણે આ અવૉર્ડ માટેની રેસમાં ઝિમ્બાબ્વેના સિકંદર રઝા, પાકિસ્તાનના બાબર આઝમ અને ઑસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડને હરાવ્યા હતા.

https://twitter.com/BCCI/status/1883110386645528604

અર્શદીપ ટી-20 ફૉર્મેટના ટોચના વર્તમાન બોલર્સમાં ગણાય છે અને આ પ્રતિષ્ઠિત પુરસ્કારને કારણે તેની ખ્યાતિ વધી ગઈ છે. પચીસ વર્ષના અર્શદીપે 2024ના વર્ષમાં 18 મૅચમાં 36 વિકેટ લીધી હતી.

આપણ વાંચો: અર્શદીપ સિંહને આવતી કાલે ટી-20નો `ફાસ્ટેસ્ટ’ ફાસ્ટ બોલર બનવાનો મોકો

અર્શદીપે જૂન, 2024ના ટી-20 વર્લ્ડ કપમાં સૌથી વધુ 17 વિકેટ લીધી હતી. અફઘાનિસ્તાનનો ફઝલહક ફારુકીએ પણ એ વિશ્વ કપમાં 17 વિકેટ મેળવી હતી. અર્શદીપે 2022ના ટી-20 વર્લ્ડ કપમાં 10 વિકેટ લીધી હતી જે ભારતીય બોલર્સમાં હાઇએસ્ટ હતી.

https://twitter.com/CricCrazyJohns/status/1883108749520593216

અર્શદીપને એક જ દિવસમાં મળેલી આ બીજી સિદ્ધિ છે. આઇસીસીએ 2024ની ટી-20 ટીમ ઑફ ધ યરમાં પણ તેનો સમાવેશ કર્યો છે. આ ટીમમાં રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ તથા હાર્દિક પંડ્યા પણ સામેલ છે. તેમનો સમાવેશ જૂનના ટી-20 વર્લ્ડ કપને ધ્યાનમાં લઈને કરવામાં આવ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button