સ્પોર્ટસ

ભારતનો ઈન્ટરનેશનલ ફૂટબોલર Anwar Ali ચાર મહિના માટે સસ્પેન્ડ, જાણો શા માટે?

કોલકાતાઃ ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (એઆઈએફએફ)એ આજે ભારતના આંતરરાષ્ટ્રીય ખેલાડી અનવર અલીને મોહન બાગાન સાથેનો ચાર વર્ષનો કરાર ગેરકાયદે રીતે સમાપ્ત કરવા બદલ ‘દોષિત’ માનતા કલ્બ ફૂટબોલમાંથી ચાર મહિના માટે સસ્પેન્ડ કર્યો હતો.

એઆઈએફએફ એ પણ કહ્યું કે મોહન બાગાન આ કેસમાં 12.90 કરોડ રૂપિયાના વળતર માટે હકદાર છે. તેના નિર્ણયમાં એઆઇએફએફની પ્લેયર્સ સ્ટેટસ કમિટીએ અનવરની પેરેન્ટ ક્લબ દિલ્હી એફસી અને ઈસ્ટ બંગાળ પર 2024-25ના વિન્ટર અને 2025-26 સમરની બે ટ્રાન્સફર વિન્ડો માટે ખેલાડીઓની નોંધણી કરવા પર પ્રતિબંધ મૂક્યો છે.

અનવરે પોતે મોહન બાગાન સાથેનો તેમનો કરાર સમાપ્ત કર્યો હતો અને પૂર્વ બંગાળ સાથે પાંચ વર્ષનો કરાર કર્યો હતો. આ પછી મોહન બાગાને એઆઇએફએફના પીએસસીમાં ફરિયાદ દાખલ કરીને નિર્ણયને પડકાર્યો હતો.

એઆઈએફએફ પીએસસીએ તેના નિર્ણયમાં જણાવ્યું હતું કે અનવર અલી ઇસ્ટ બંગાળ અને દિલ્હી એફસી તમામ વળતરની રકમ માટે સંયુક્ત રીતે જવાબદાર છે, જેમાં કરારના બાકીના રકમ માટે 8.40 કરોડ રૂપિયાનો સમાવેશ થાય છે, જે લોન કરાર હેઠળ દિલ્હી એફસીને અગાઉથી ચૂકવવામાં આવી છે.

આ કરારમાં ‘કલબને થયેલા અન્ય નુકસાન’ માટે ચૂકવવામાં આવેલા 2.50 કરોડ રૂપિયાનો કરોડનો સમાવેશ થાય છે. દિલ્હી એફસીના સહ માલિક અગાઉ જ કહી ચૂક્યા છે કે તેઓ એઆઇએફએફ પીએસસીના નિર્ણયને પડકારશે.

Show More

Related Articles

Back to top button
સસ્તો આઉટફિટ, નો મેકઅપ લૂક અને તો ય આ રીતે લાઈમલાઈટ લૂંટી Isha Ambaniએ… પૈસાની તંગી દૂર કરશે આ ટીપ્સ આ રીતે ચલાવો AC,વિજળીનું બિલ ઘટશે તમારી રાશિ પ્રમાણે પ્રસાદ ધરો દુંદાળા દેવને