આ દેશની ફૂટબૉલ ટીમ 20 વર્ષ પછી પહેલી વાર જીતી!
સૅન મૅરિનો: યુરોપ ખંડમાં ઇટલીની લગોલગ આવેલા સૅન મૅરિનો દેશની નૅશનલ ફૂટબૉલ ટીમે ગુરુવારે અનોખો ઇતિહાસ રચ્યો હતો. ફિફા રૅન્કિંગમાં છેક 210નો નંબર ધરાવતી આ ટીમે છેલ્લા 20 વર્ષ દરમ્યાન 140 મૅચમાં એક પણ મૅચ નહોતી જીતી શકી, પણ હવે આ ટીમ એ સૌથી ખરાબ સમયકાળમાંથી બહાર આવી ગઈ છે.
આ પણ વાંચો : Football: હાર્ટ એટેક આવતા યુવા ફૂટબોલર મેદાનમાં ઢળી પડ્યો, ફૂટબોલ જગત શોકગ્રસ્ત
એપ્રિલ, 2004થી 2024 સુધીમાં 140માંથી મોટા ભાગની મૅચમાં પરાજિત થનાર અને બાકીની મૅચને ડ્રૉમાં જતી જોનાર સૅન મૅરિનોની ટીમે ગુરુવારે યુઇફા નૅશન્સ લીગ નામની ટૂર્નામેન્ટમાં લિક્ટેન્સ્ટેઇન દેશની ટીમને 1-0થી હરાવી દીધી હતી.
આ જીત સૅન મૅરિનોના ખેલાડીઓ તેમ જ તેમના અસંખ્ય ચાહકો માટે મોટા ઉત્સવ જેવી છે. તેમણે આ વિજયને ખૂબ સેલિબ્રેટ કર્યો હતો.
આ પણ વાંચો : રોનાલ્ડોનો વર્લ્ડ રેકોર્ડ, પ્રથમ ફૂટબોલર બન્યો જેણે…
સૅન મૅરિનો વિશ્ર્વનો પાંચમા નંબરનો સૌથી નાનો દેશ છે. ટાપુ જેવા આ દેશમાં 33,000 લોકો વસે છે. ગુરુવારે એની ફૂટબૉલ ટીમના નિકૉ સેન્સૉલીએ 53મી મિનિટમાં લિક્ટેન્સ્ટેઇનના નબળા ડિફેન્સને પારખી લઈને ગોલ કરી દીધો હતો.
સૅન મૅરિનોની ટીમ આ પહેલાં 2004માં આંતરરાષ્ટ્રીય મૅચ જીતી હતી. એ વિજય પણ લિક્ટેન્સ્ટેઇનની ટીમ સામે મેળવ્યો હતો. ત્યાર બાદ સૅન મૅરિનોની ટીમને ક્યારેય જીતવા નહોતું મળ્યું અને ગુરુવારે એ જ હરીફ ટીમ સામે સૅન મૅરિનોએ ઐતિહાસિક વિજય મેળવ્યો હતો. 2004માં સૅન મૅરિનોની જે ટીમ લિક્ટેન્સ્ટેઇન સામે જીતી હતી ત્યારે વર્તમાન ટીમના કેટલાક ખેલાડીઓ બાળ અવસ્થામાં હતા.
આ પણ વાંચો : મૅન્ચેસ્ટર યુનાઇટેડે ઉરુગ્વેના ફૂટબોલરને કેટલા કરોડ રૂપિયામાં સાઇન કર્યો, જાણો છો?
સૅન મૅરિનોની ટીમ અત્યાર સુધીમાં કુલ 206 ફૂટબૉલ મૅચ રમી છે જેમાં 12 મૅચ ડ્રૉમાં લઈ જવામાં સફળ થઈ છે. આ ટીમ વતી માત્ર 34 ગોલ થયા છે, જ્યારે આ ટીમની વિરુદ્ધ કુલ 824 ગોલ થયા છે અને એ રીતે ફૂટબૉલ રમતા 200થી વધુ દેશોમાં આ દેશનો દેખાવ સૌથી ખરાબ પર્ફોર્મન્સીઝમાં ગણાય છે.