સ્પોર્ટસ

અકાય અને વામિકા પર આ કોણે વરસાવ્યું વ્હાલ, અનુષ્કા અને વિરાટ જોતા રહ્યા…

ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી વિરાટ કોહલી (Virat Kohli)એ જ્યારથી ટેસ્ટમાંથી રિટાયરમેન્ટ એનાઉન્સ કર્યું છે ત્યારથી જ તે કોઈને કોઈ કારણે લાઈમલાઈટમાં રહે છે. હાલમાં જ વિરાટ, અનુષ્કા શર્માના પરિવારનો એક સુંદર વીડિયો સામે આવ્યો છે અને તે સોશિયલ મીડિયા પર તૂફાન વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં વામિકા અને અકાય બંને જોવા મળી રહ્યા છે. ચાલો જોઈએ શું છે ખાસ આ વીડિયોમાં-

વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં જોવા મળે છે કે અનુષ્કા અને વિરાટ બંને વામિકા અને અકાય સાથે એન્ટ્રી લઈ રહ્યા છે અને અનુષ્કાની માતા ત્યાં હાજર હતી. આ વીડિયો જોયા બાદ બંનેના ફેન્સ એકદમ ઉત્સાહમાં આવી ગયા છે. વિરાટ અને અનુષ્કા જેવા એન્ટ્રી લે છે કે તરત જ અનુષ્કાની માતા બંનેને ગળે લગાવે છે અને બાળકોને કિસ કરે છે.

અનુષ્કાએ સફેદ ટી-શર્ટ અને ગ્રીન કલરની પેન્ટ પહેરી હતી તો વામિકા સફેદ કલરના ફ્રોકમાં એકદમ સુંદર લાગી રહી હતી અને તે ખુબ જ વ્હાલથી પોતાના ભાઈને જોઈ રહી હતી. વામિકાની નિર્દોષતા, ભાઈ અકાય માટેનો તેમનો પ્રેમ આ વીડિયોને વધારે સુંદર બનાવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર ફેન્સ આને એક સુંદર અને ઈમોશનલ મોમેન્ટ ગણાવી રહ્યા છે.
ફેન્સ લાઈક અને કમેન્ટ કરીને આ વીડિયો પર પ્રેમ વરસાવી રહ્યા છે. એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે આ કેટલી સુંદર અને પ્રેમાળ ક્ષણ છે. વિરુષ્કા ખુશ-અમે ખુશ. બીજા એક યુઝરે આ ફેમિલી મોમેન્ટ પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે આ વીડિયો જોઈને દિલ ભરાઈ આવ્યું.

આપણ વાંચો:  દિલ્હી કેપિટલ્સ સામે કેમ વિરોધનો વંટોળ શરૂ થઈ ગયો?

અત્રે ઉલ્લેલખનીય છે કે વિરાટ અનુષ્કા બંને પોતાના સંતાનોને લાઈમલાઈટથી દૂર રાખે છે. કપલે 2021માં દીકરીનું અને 2024માં દીકરાનું સ્વાગત કર્યું હતું. વિરુષ્કા હંમેશા પોતાના સંતાનોની પ્રાઈવસીને પ્રાથમિક્તા આપી છે અને પેપ્ઝને પણ તેમના સંતાનોના ફોટો કે વીડિયો શેર ન કરવાની અપીલ કરે છે.

વાત કરીએ અનુષ્કા શર્માના વર્ક ફ્રન્ટની તો અનુષ્કા લાંબા સમયથી ફિલ્મોથી દૂર હતી, પણ તે ટૂંક સમયમાં જ ઝૂલન ગોસ્વામીની બાયોપિક ચકદા એક્સપ્રેસમાં જોવા મળશે. પરંતુ આ ફિલ્મ ક્યારે રિલીઝ થશે એની ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરવામાં નથી આવી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button