મનોરંજનસ્પોર્ટસ

Anushka-Virat ફરી એક વાર જોવા મળ્યા અહીંના રસ્તાઓ પર, વીડિયો વાઈરલ

ટીમ ઈન્ડિયાના ઓલ રાઉન્ડર ક્રિકેટર વિરાટ કોહલી અને બોલવુડની અભિનેત્રી અનુષ્કા શર્મા (Anushka Sharma-Virat Kohli)અત્યારે બ્રિટનમાં સમય પસાર કરી રહ્યા છે. એ પણ સાવ સામાન્ય લોકોના માફક સમય પસાર કરી રહ્યા છે, તેથી એ બાબતની ચારેબાજુ ચર્ચા થયા કરે છે. ફરી એક વાર લંડનના રસ્તાઓ પર આ કપલ જોવા મળતા ચર્ચામાં છે.

આ પણ વાંચો: વિરાટ કોહલી હોય તો પણ શું, પત્નીની શૉપિંગ બેગ્સ તો ઉપાડવી જ પડે ને!

બોલીવુડ અને ક્રિકેટના લોકપ્રિય કપલના ઘરે દીકરાનો જન્મ થયો હતો. દીકરાનું નામ અકાય છે, જ્યારે તેની સાથે જોવા મળતા વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો, પરંતુ આજ સુધી અકાયનો ચહેરો લોકોને જોવા મળ્યો નથી. મુંબઈથી પાછા ફર્યા બાદ પહેલી વાર અનુષ્કા વિરાટ અને અકાય સાથે જોવા મળી હતી, પરંતુ ચહેરો જોવા મળ્યો નહોતો.
અકાયના જન્મથી અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી લંડનમાં રહે છે, જ્યારે અવારનવાર સાથે જોવા મળતા તેનો વીડિયો પણ વાઈરલ થતા લોકો પણ અવનવી અટકળો બાંધે છે. તાજેતરમાં લંડનના રસ્તાઓ પર દંપતી ટહેલતું જોવા મળતા વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો.

View this post on Instagram

A post shared by Virat Kohli Fan Page (@wrognxvirat)

ભલે અનુષ્કા અને વિરાટ કોહલી લો-પ્રોફાઈલ સમય પસાર કરતા હોય, પરંતુ લોકોની નજરમાં હંમેશાં છવાયેલા રહે છે. ચાહકોને પણ તેમની રોજિંદી લાઈફ વિશે જાણવાની તાલાવેલી રહે છે, તેમાંય વળી દીકરાનો જન્મ થયા પછી અકાય અને દીકરી વામિકાને જોવાની સૌને ઉત્સુકતા હોય છે. દીકરીને તો સૌએ જોઈ છે, પરંતુ અકાયનો જોવા માટે ઉત્સુક છે ત્યારે તાજેતરમાં અનુષ્કા દીકરા અકાયને તેડીને જોવા મળી હતી, જ્યારે તેની સાથે વિરાટ પણ હતો. વીડિયોમાં અકાય તો જોવા મળ્યો નહોતો, પરંતુ પાર્ક વિશે લોકોએ અલગ અલગ વાત કરી હતી.

આ પણ વાંચો: ન્યૂ ઝીલૅન્ડની આ ગ્લેમરસ પ્લેયર છે વિરાટ કોહલીની દીવાની

કેપ્ચર કરેલા વીડિયો યૂઝરે લખ્યું હતું કે અનુષ્કાના હાથમાં બેબી અકાય. લંડનમાંથી વિરાટ અને અનુષ્કાનો વીડિયો. રવિવારે એક યૂઝરે વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થયો હતો, જ્યારે તેના પર એક યૂઝરે લખ્યું હતું કે અનુષ્કા તો ફિલ્મોથી દૂર છે, પરંતુ સોશિયલ મીડિયા પર જોવા મળે છે. મુંબઈથી પાછી ફરી હોવી જોઈએ અનુષ્કા એવું પણ યૂઝરે જણાવ્યું હતું.

આ પણ વાંચો: બેંગલુરુમાં વિરાટ કોહલીની માલિકીના પબ સામે કેસ નોંધાયો, જાણો પોલીસે શું કહ્યું

અહીં એ જણાવવાનું કે ફેબ્રુઆરી, 2024માં અકાયના જન્મ પછી લંડનમાં અનુષ્કા સમય વીતાવી રહી છે, જ્યારે છેલ્લે ફિલ્મ સુઈ ધાગામાં જોવા મળી હતી. એના સિવાય ‘કલા’માં એક મ્યુઝિકલ કેમિયોમાં જોવા મળી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button