ભારતીય ઓલરાઉન્ડર નીતિશ રેડ્ડી (Nitish Reddy) હાલમાં તેના દમદાર પર્ફોર્મન્સને કારણે સખત લાઈમલાઈટમાં રહે છે. ભારતીય ઓલરાઉન્ડર નીતિશ રેડ્ડીએ ઓસ્ટ્રેલિયા સામેની મેલબર્ન ટેસ્ટમાં શાનદાર સેન્ચ્યુરી ફટકારી હતી.
પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે નીતિશ રેડ્ડીની સેન્ચ્યુરી બાદ સોશિયલ મીડિયા પર અનુષ્કા શર્મા (Anushka Sharma) ટ્રેન્ડ કરવા લાગી હતી. આઈ નો હવે તમને થશે કે ભાઈ નીતિશ રેડ્ડી અને અનુષ્કા શર્માનું શું કનેક્શન છે? ચાલો તમને જણાવીએ…
આ દરમિયાન નીતિશનો આખો પરિવાર સ્ટેડિયમમાં હાજર હતો. નીતિશની સેન્ચ્યુરી બાદ તેના પિતા મૃત્યાલા રેડ્ડીની આંખો વરસી પડી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
આપણ વાંચો: બેમાંથી એક સ્પિનરને બદલે નીતિશ રેડ્ડીને રમાડજો, બહુ કામ લાગશેઃ ગાંગુલી
આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર એક બીજો ફોટો પણ વાઈરલ થઈ રહ્યો છે જેમાં નીતિશના પરિવારની સાથે ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)ની પત્ની અને બી-ટાઉનની એક્ટ્રેસ અનુષ્કા શર્મા જોવા મળી રહી છે. આ ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં જ અનુષ્કા પણ ટ્રેન્ડ કરવા લાગી હતી.
વાત જાણે એમ છે કે નીતિશ રેડ્ડીએ સેન્ચ્યુરી ફટકારી એના એક દિવસ પહેલાં એટલે કે 27મી ડિસેમ્બરના દિવસે અનુષ્કા શર્મા મેલબર્નમાં નીતિશ રેડ્ડીના પરિવારને મળી હતી. નીતિશ રેડ્ડીના પિતા મૃત્યાલા રેડ્ડીએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર આ ફોટો શેર કર્યો હતો અને ફોટોના બેકગ્રાઉન્ડમાં ઈન્ડિયન ક્રિકેટર કેએલ રાહુલની પત્ની આથિયા શેટ્ટી પણ જોવામળી રહી છે.
નીતિશની દમદાર સેન્ચ્યુરી પર ભારતે ત્રીજા દિવસે સ્ટમ્પ સુધી 9 વિકેટ પર 358 રન બનાવ્યા હતા. નીતિશ રેડ્ડીની આ શાનદાર સેન્ચ્યુરી પર અનુષ્કા શર્મા સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરવા લાગી એ ખરેખર ખૂબ જ ઈન્ટરેસ્ટિંગ ફેક્ટ છે.