સ્પોર્ટસ

અરે આ શું! ટેનિસ ખેલાડીએ રૅકેટ ફટકારીને પોતાને જ ઘાયલ કર્યો…

પૅરિસ: રશિયાના આન્દ્રે રુબ્લેવે હજી ત્રણ વર્ષ પહેલાં પુરુષોની ટેનિસમાં કરીઅર-બેસ્ટ પાંચમી રૅન્ક હાંસલ કરી હતી અને હાલમાં વિશ્ર્વમાં સાતમા નંબરે છે અને દસ વર્ષની પ્રોફેશનલ કરીઅરમાં ભલે એકેય ગ્રૅન્ડ સ્લૅમ નથી જીતી શક્યો, પરંતુ શાનદાર કારકિર્દી દરમ્યાન સિંગલ્સ-ડબલ્સના કુલ 20 ટાઇટલ તે જીતી ચૂક્યો છે. થોડા દિવસથી તેણે કેટલીક ટૂર્નામેન્ટોમાં સંઘર્ષ કર્યો છે અને કદાચ એને લીધે જ મંગળવારે પૅરિસ માસ્ટર્સની બીજા રાઉન્ડની જે મૅચમાં તે હારી રહ્યો હતો એમાં તેણે મગજ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને પોતાના જ ઘૂંટણ પર વારંવાર રૅકેટ ફટકાર્યું હતું.

આ પણ વાંચો : મનિકા બત્રાએ ભારતીય ટેબલ ટેનિસમાં રચ્યો ઇતિહાસ…

રુબ્લેવનો આર્જેન્ટિનાના ફ્રાન્સિસ્કો સેરન્ડૉલો સામે બે અત્યંત રસાકસીભર્યા ટાઇબ્રેકમાં 6-8, 5-7થી પરાજય થયો હતો.

આ મૅચ બે કલાક લંબાઈ હતી અને એ દરમ્યાન બીજા સેટમાં એક તબક્કે રુબ્લેવ જવાબી શૉટ ફટકારવામાં નિષ્ફળ જતાં પૉઇન્ટ ગુમાવી બેઠો હતો. તેણે પોતાના પર જ ગુસ્સે થઈને પોતાના ડાબા ઘૂંટણ પર રૅકેટ વારંવાર ફટકાર્યું હતું. તેણે રૅકેટ જે રીતે જોરદાર ફટકાર્યું એને કારણે તેના ઘૂંટણ પરની ઈજા દેખાઈ આવી હતી.

ખેલાડીઓ પોતાની ભૂલને કારણે પોતાના પરનો ગુસ્સો રૅકેટ પર ઊતારે અને એ નીચે ટેનિસ કોર્ટ પર પછાડે એ કોઈ નવી વાત નથી, પરંતુ ખેલાડી પોતાને જ આ રીતે ઘાયલ કરે એ શૉકિંગ જ કહેવાય.

આ પણ વાંચો : ડ્રગ્સ ટેસ્ટના બે પૉઝિટિવ રિપોર્ટ પછી પણ આ પ્લેયર જીત્યો યુએસ ઓપનનો તાજ

આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.

રુબ્લેવે રમતી વખતે પોતાના પરનો ગુસ્સો બહાર કાઢ્યો હોય એવું પહેલી વાર નથી બન્યું. આ વર્ષની શરૂઆતમાં જ તેણે એક મૅચ દરમ્યાન રૅકેટ વારંવાર નીચે પછાડીને તોડી નાખ્યું હતું.

આ પણ વાંચો : નંબર-વન ટેનિસ પ્લેયરે બે વાર પ્રતિબંધિત ડ્રગ્સ લીધું, પણ શા માટે સસ્પેન્શન નહીં!

એટીપી (ઍસોસિયેશન ઑફ ટેનિસ પ્રોફેશનલ્સ) ફાઇનલ્સ માટેના ક્વૉલિફિકેશન રાઉન્ડમાં રુબ્લેવ આઠમું અને છેલ્લું સ્થાન ધરાવે છે. આ અઠવાડિયે કેટલાક ખેલાડીઓ તેને ઓળંગી શકે છે. 10મી નવેમ્બરથી ઇટલીમાં રમાનારી ફાઇનલ માટે વર્લ્ડ નંબર-વન યાનિક સિનર તેમ જ ટેલર ફ્રિત્ઝ, નંબર-ટૂ કાર્લોસ અલ્કારાઝ, નંબર-થ્રી ઍલેક્ઝાંડર ઝવેરેવ તથા નંબર-ફાઇવ ડેનિલ મેડવેડેવે સ્થાન પાકું કરી લીધું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button