બાંગડની પુત્રમાંથી બનેલી પુત્રી અનાયા પહોંચી ગઈ સરફરાઝ ખાનના ઘરે, ખૂબ ધમાલ-મસ્તી કરી…

મુંબઈઃ ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અને કૉમેન્ટેટર સંજય બાંગડની પુત્રી અનાયા બાંગડ (Anaya Bangar) કે જે તાજેતરમાં જ જાતિ પરિવર્તન (Gender change)થી છોકરામાંથી છોકરી બની છે તે થોડા દિવસ પહેલાં ભૂતપૂર્વ સાથી ક્રિકેટર અને ભારત વતી ગયા વર્ષે છ ટેસ્ટ-મૅચ રમનાર સરફરાઝ ખાન (Sarfaraz Khan)ના ઘરે પહોંચી ગઈ હતી અને તેના પરિવારજનોને મળી હતી. અનાયા અને સરફરાઝે જૂના દિવસો યાદ કર્યા હતા અને ખૂબ ધમાલ-મસ્તી કરી હતી.

અનાયાનું નામ અગાઉ આર્યન હતું. છોકરી બન્યા પછી તેણે અનાયા નામ રાખ્યું છે. અનાયા બાંગડે તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે હું જેન્ડર બદલ્યા અગાઉ છોકરો હતી અને ત્યારે ઘણા સાથી ખેલાડીઓ મને ગંદી ગાળ આપતા હતા. એક પીઢ ખેલાડીએ તો મારી સાથે શારીરિક સંબંધ બાંધવાની ઑફર પણ કરી હતી.’ જોકે અનાયાની સરફરાઝ સાથે બહુ સારી મિત્રતા છે અને એટલે જ તે તેના ઘરે પહોંચી ગઈ હતી અને તેના પિતા નૌશાદ ખાન કે જેઓ કોચ છે તેમને તેમ જ બીજા પરિવારજનો (Family)ને મળી હતી. સરફરાઝને અનાયા બે-ત્રણ વર્ષ પછી મળી હતી.

અનાયાએ સરફરાઝના નાના ભાઈ મુશીર ખાનને કહ્યું હતું કે આપણા ક્રિકેટના દિવસો યાદ આવે છે. હું હવે ક્રિકેટથી દૂર છું એટલે તને મિસ કરી રહી છું.’અનાયાએ એક ઇન્ટરવ્યૂમાં સરફરાઝ-મુશીર સાથેની મિત્રતાની વાત કરતા કહ્યું, અમે મોબાઇલની પહેલાં બૅટ હાથમાં હાથમાં પકડ્યું હતું. અમે નાનપણથી બહુ સારા દોસ્ત છીએ.’ સરફરાઝ ખાને પણ કહ્યું કેઅનાયા મારા ઘરે આવી એનો મને બહુ આનંદ થયો. તેણે મારા પરિવાર સાથે ઘણી યાદગાર પળો માણી હતી. અમે ઘણા ગપ્પાં માર્યા હતા. સરફરાઝે તાજેતરમાં જ મૉડિફાય કરાવેલી કાર પર અનાયા સાથે બેસીને ફોટો પડાવ્યો હતો. સરફરાઝે કાર પર પોતાનો જર્સી નંબર ‘97′ લખાવ્યો છે.