ગાંગુલીની ઑફર સાંભળીને અમિતાભ ગભરાઈ ગયા, પણ પછી 80 હજાર લોકોએ આપ્યો બિગ બીને સાથ | મુંબઈ સમાચાર

ગાંગુલીની ઑફર સાંભળીને અમિતાભ ગભરાઈ ગયા, પણ પછી 80 હજાર લોકોએ આપ્યો બિગ બીને સાથ

કોલકાતાઃ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન સૌરવ ગાંગુલી (Sourav Ganguly)એ એક વાર બૉલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ને ભારત-પાકિસ્તાન વચ્ચેની ટી-20 મૅચ જોવા આવવાની મોટી ઑફર કરી હતી અને એ ઑફર સ્વીકાર્યા બાદ બિગ બી ગભરાયેલા હતા, પરંતુ પછીથી 80 હજાર જેટલા લોકોએ તેમને સાથ આપ્યો હતો અને અમિતાભ માટે એ ક્ષણો યાદગાર બની ગઈ છે.

અમિતાભ બચ્ચન ભારતીય સિનેમાની એવી હસ્તી છે જેમની સામે ભલભલી વ્યક્તિઓ નર્વસ થઈ જતી હોય છે, પરંતુ તેમના શૉ કૌન બનેગા કરોડપતિ’ના શૂટિંગ દરમ્યાન તેઓ અસંખ્ય ચાહકોને અંગત રીતે મુલાકાત આપીને ખુશ કરતા હોય છે.

આ પણ વાંચો: આક્રમક બૅટર-કૅપ્ટન સૌરવ ગાંગુલી બની ગયો અગ્રેસિવ `પોલીસ અધિકારી’!

મિતાભ ક્રિકેટના બહુ મોટા ફૅન છે. ગાંગુલી તેમ જ વીરેન્દર સેહવાગ એક વાર કેબીસી (kbc)ના શૉમાં ગયા ત્યારે પહેલાં તો બિગ બીની સામે ગાંગુલી હૉટ સીટ પર બેઠા હતા, પણ પછીથી બિગ બી હૉટ સીટ પર આવી ગયા હતા અને ગાંગુલીએ અમિતાભની ખુરસી સંભાળી લીધી હતી. અમિતાભે એ મુલાકાતની વાત કરતા કહ્યું કે દાદાએ 2016ના ટી-20 વર્લ્ડ કપ મને ઇડન ગાર્ડન્સમાં ભારત-પાકિસ્તાનની મૅચ જોવા આવવાનું આમંત્રણ આપ્યું હતું. દાદાએ ત્યારે મને કહેલું કે શરૂઆતમાં તમારે રાષ્ટ્રગીત ગાવાનું છે. હું ત્યારે કેટલો બધો ગભરાયેલો હતો એ હું શબ્દોમાં વ્યક્ત નથી કરી શક્તો. જોકે હું આપણી જનતાને કહેવા માગું છું કે મેં રાષ્ટ્રગીત જેવું શરૂ કર્યું કે 60, 70, 80 હજાર જેટલા લોકો એકસાથે મારી સાથે રાષ્ટ્રગીત (patriotic song) ગાવામાં જોડાયા એ ક્ષણો મારા માટે અદભુત અને યાદગાર હતી. મારા માટે એ પળો અકલ્પનીય હતી.’

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button