સૂર્યકુમારની સાથે કચ્છી ક્રિકેટર પણ ટી-૨૦નો સર્વોચ્ચ પુરસ્કાર જીતવાની હરીફાઈમાં | મુંબઈ સમાચાર

સૂર્યકુમારની સાથે કચ્છી ક્રિકેટર પણ ટી-૨૦નો સર્વોચ્ચ પુરસ્કાર જીતવાની હરીફાઈમાં

દુબઈ: સૂર્યકુમાર યાદવ ઘણા અઠવાડિયાથી મેન્સ ટી-૨૦ રૅન્કિંગ્સમાં નંબર-વન છે જ, પણ થોડા દિવસમાં તેની આ યશકલગીમાં વધુ એક પીછું ઉમેરાઈ શકે એમ છે.
સૂર્યાએ ૨૦૨૨માં આઇસીસી મેન્સ ટી-૨૦ ક્રિકેટર ઑફ ધ યરનો અવૉર્ડ જીતી લીધો હતો. હવે ૨૦૨૩ની સાલના આ જ પુરસ્કાર માટે સૂર્યા ફરી નૉમિનેટ થયો છે. ધમાકેદાર બૅટિંગ દરમ્યાન કેટલાક વિચિત્ર શૉટ્સ ફટકારવા માટે જાણીતા ૩૩ વર્ષના આ ફાંકડા બૅટરએ ૨૦૨૩ના વર્ષમાં પ્રભુત્વ જમાવ્યું હતું. તેણે ૨૦૨૩ની સાલમાં આ શૉર્ટેસ્ટ ફૉર્મેટમાં ૧૭ ઇન્ટરનૅશનલ ઇનિંગ્સમાં કુલ ૭૩૩ રન બનાવ્યા હતા.

સૂર્યાની સાથે નૉમિનેટ થયેલા બીજા ત્રણ નૉમિનીમાં ઝિમ્બાબ્વેના સિકંદર રઝા (૧૧ ઇનિંગ્સમાં ૫૧૫ રન), યુગાન્ડાના કચ્છી ખેલાડી અલ્પેશ રામજિયાણી (૫૫ વિકેટ) અને ન્યુ ઝીલૅન્ડના માર્ક ચૅપમૅન (૧૭ ઇનિંગ્સમાં ૫૫૬ રન)નો સમાવેશ છે.

Back to top button