ડેવિડ વોર્નર પર ચઢ્યો પુષ્પાનો ખુમાર, અલ્લુ અર્જુને આપી પ્રતિક્રિયા
સાઉથ સિનેમા અને પાન ઈન્ડિયા લેવલ પર સુપરસ્ટાર કહેવાતા અલ્લુ અર્જુન ‘પુષ્પા 2‘ માટે જબરદસ્ત ટ્રેન્ડમાં છે. આ ફિલ્મ રિલીઝ થવામાં હજુ ઘણો સમય બાકી છે, પરંતુ લોકોમાં અલ્લુ અર્જુનનો ક્રેઝ વધી રહ્યો છે. અલ્લુ અર્જુનના ‘પુષ્પા’, ‘ફાયર હૈ મેં’ અને ‘મેં ઝુકેગા નહીં સાલા’ જેવા સિગ્નેચર ડાયલોગ્સે ધૂમ મચાવી છે. પુષ્પાનો ક્રેઝ માત્ર ભારતીયોમાં જ નથી પરંતુ વિદેશીઓમાં પણ છે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ડેવિડ વોર્નર તેનું નવીનતમ ઉદાહરણ છે. તે ‘પુષ્પા’થી એટલો પ્રભાવિત છે કે તે તેની સ્ટાઈલમાં પોતાનો જાદુ બતાવતો જોવા મળ્યો છે.
આ પણ વાંચો: AUS vs PAK Test: ફેરવેલ ટેસ્ટ મેચમાં ડેવિડ વોર્નર દીકરીઓ સાથે મેદાનમાં ઉતર્યો, ચાહકો ભાવુક થઇ ગયા
ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ડેવિડ વોર્નર પુષ્પાનો મોટો ફેન છે. આ વાત કોઈનાથી છુપી નથી. તે ઘણીવાર પુષ્પા સ્ટાઇલમાં ડાન્સ કરતો અને ક્યારેક ડાયલોગ બોલતો પણ જોવા મળ્યો છે. અલ્લુ અર્જુન પણ આ વાતથી અજાણ નથી કારણ કે જ્યારે જ્યારે ડેવિડ વોર્નરે પુષ્પા સાથે જોડાયેલી પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરી છે ત્યારે અલ્લુ અર્જુનની પ્રતિક્રિયા ચોક્કસ જોવા મળી છે.
આ પણ વાંચો: તૂને મારી એન્ટ્રી… વોર્નર હેલિકોપ્ટરમાં બેસીને પહોંચી ગયો ગ્રાઉન્ડ પર!: જોકે મેચ હારી ગયો
હાલમાં જ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ડેવિડ વોર્નરે તેમનો એક વીડિયો ચાહકો સાથે શેર કર્યો છે, જેમાં તેઓ હિન્દી બોલી રહ્યા છે અને પુષ્પાનો સ્વેગ બતાવી રહ્યા છે. હકીકતમાં ડેવિડ વોર્નરે એક જાહેર ખબર કરી છે જેમાં તેમણે પુષ્પરાજની સ્ટાઈલમાં ગુંડાઓને પોતાનો જાદુ બતાવ્યો છે. આ વીડિયો સામે આવતાની સાથે જ વાયરલ થઈ ગયો હતો. વીડિયો જોયા બાદ માત્ર લોકો જ નહીં પરંતુ પુષ્પાએ પોતે એટલે કે અલ્લુ અર્જુને પણ પ્રતિક્રિયા આપી છે.
ડેવિડ વોર્નરે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે પુષ્પા રાજના લૂકમાં જોવા મળી રહ્યો છે અને તે ફની અંદાજમાં હિન્દી બોલતો જોવા મળી રહ્યો છે. અલ્લુ અર્જુને આ વીડિયો પર ઘણાં ફની, થમ્બ્સ અપ અને ફાયર ઇમોજીસ શેર કરીને પ્રતિક્રિયા આપી છે. અભિનેતા ઉપરાંત, ચાહકો પણ ખાસ કરીને ડેવિડ વોર્નરથી પ્રભાવિત જોવા મળે છે.