સ્પોર્ટસ

આ વર્ષની પેરિસ ઓલિમ્પિકમાં પારુલ ચૌધરી પર તમામની નજર રહેશેઃ અંજૂ બોબી જ્યોર્જ

નવી દિલ્હીઃ એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ અંજુ બોબી જ્યોર્જે જણાવ્યું હતું કે એશિયન ગેમ્સની ગોલ્ડ મેડલ વિજેતા દોડવીર પારુલ ચૌધરી પર આ વર્ષના પેરિસ ઓલિમ્પિકમાં નજર રહેશે. અંજુ બોબી જ્યોર્જે કહ્યું કે ભાલા ફેંકમાં તેને વધુ મેડલની અપેક્ષા છે.

અત્યાર સુધીમાં ભારતના નવ ટ્રેક એન્ડ ફિલ્ડ ખેલાડીઓ જુલાઈ-ઓગસ્ટમાં યોજાનારી પેરિસ ગેમ્સ માટે ક્વોલિફાય થયા છે. ભાલા ફેંકમાં ગત ચેમ્પિયન નીરજ ચોપરા અને કિશોર જેનાએ ઓલિમ્પિકમાં સ્થાન મેળવ્યું છે.

પારુલે ગયા વર્ષે હાંગઝોઉ એશિયન ગેમ્સમાં 5000 મીટર ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ અને 3000 મીટર સ્ટીપલચેઝમાં સિલ્વર મેડલ જીત્યો હતો. 28 વર્ષની દોડવીર મહિલાઓની 3000 મીટર સ્ટીપલચેઝમાં નવ મિનિટથી ઓછો સમય લેનારી પ્રથમ ભારતીય બની હતી.

અંજુએ કહ્યું હતું કે એથ્લેટિક્સનું એક જૂથ આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ સારું પ્રદર્શન કરી રહ્યું છે. અમારું લક્ષ્ય ભાલા ફેંકમાં ત્રણ મેડલ જીતવાનું છે. સ્ટીપલચેઝમાં પારુલ ચૌધરી પર લોકોની નજર રહેશે.

લાંબી કૂદમાં ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયનશિપની બ્રોન્ઝ મેડલ વિજેતા અંજુએ જણાવ્યું હતું કે ખેલાડીઓની તાલીમ સુધારવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ જે રીતે કરવામાં આવી રહ્યો છે તેનાથી સંતુષ્ઠ છું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button