અફઘાનિસ્તાને શ્રીલંકા સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો | મુંબઈ સમાચાર

અફઘાનિસ્તાને શ્રીલંકા સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો

પૂણે : અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીએ પ્લેઇંગ-11માં એક ફેરફાર કર્યો છે. નૂર અહેમદની જગ્યાએ ફઝલહક ફારૂકી પ્લેઇંગ-11માં પરત ફર્યો છે. જ્યારે શ્રીલંકાના કેપ્ટને પણ એક ફેરફાર કર્યો છે. ફાસ્ટ બોલર દુષ્મંથા ચમીરાની ટીમમાં પરત ફર્યો છે. તે ઈજાના કારણે ટીમની બહાર હતો.

વર્લ્ડ કપ 2023ની 30મી મેચ પુનેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઈ રહી છે. અફઘાનિસ્તાન અને શ્રીલંકા બંને પોતપોતાની અગાઉની મેચ જીતી ચૂક્યા છે. હારનાર ટીમ માટે આગળનો રસ્તો મુશ્કેલ બનશે. છેલ્લી મેચમાં અફઘાનિસ્તાને પાકિસ્તાનને અને શ્રીલંકાએ ઈંગ્લેન્ડને હરાવ્યું હતું. શ્રીલંકા તરફથી પથુમ નિસાંકા અને દિમુથ કરુણારત્ને ઇનિંગની શરૂઆત કરી હતી.


અફઘાનિસ્તાન અને શ્રીલંકા બંને પાસે તેમની 5 મેચમાંથી માત્ર 4 પોઈન્ટ સાથે ટૂર્નામેન્ટની સેમિફાઈનલમાં પહોંચવાની ઓછી તકો છે. જો કે, સારા રન રેટને કારણે શ્રીલંકા હાલમાં પોઈન્ટ ટેબલ પર 5માં સ્થાને છે જ્યારે અફઘાનિસ્તાન 6ઠ્ઠા સ્થાને તેની નીચે છે.

Back to top button