અફઘાનિસ્તાન ભારે લડત આપીને હાર્યું, નબીએ સચિનનો રેકૉર્ડ ઓળંગ્યો
પલ્લેકેલ: શુક્રવારે અફઘાનિસ્તાન સામેની પ્રથમ વન-ડે જીતવામાં શ્રીલંકાના નાકે દમ આવી ગયો હતો. શ્રીલંકાએ નિસન્કાની ડબલ સેન્ચુરી (૨૧૦ અણનમ, ૧૩૯ બૉલ, આઠ સિક્સર, વીસ ફોર)ની ઐતિહાસિક ડબલ સેન્ચુરીની મદદથી ત્રણ વિકેટે ૩૮૧ રન બનાવ્યા ત્યાર પછી અફઘાનિસ્તાનની ટીમે ૫૦ ઓવરમાં છ વિકેટે ૩૩૯ રન બનાવ્યા હતા. મોહમ્મદ નબી (૧૩૬ રન, ૧૩૦ બૉલ, ૧૫૭ મિનિટ, ત્રણ સિક્સર, પંદર ફોર) અને ઓમરઝાઇ (૧૪૯ અણનમ, ૧૧૫ બૉલ, ૧૯૭ મિનિટ, છ સિક્સર, તેર ફોર) વચ્ચે છઠ્ઠી વિકેટ માટે ૨૪૨ રનની વિક્રમજનક ભાગીદારી થઈ હતી. કોઈ ટીમ હારી હોય એના બે બૅટર્સની સૌથી મોટી ભાગીદારીઓમાં ૨૪૨ રનની આ પાર્ટનરશિપ સૌથી મોટી છે. તેઓ પિચ પર ભેગા થયા ત્યારે અફઘાનનો સ્કોર નવમી ઓવરમાં પાંચ વિકેટે પંચાવન રન હતો. આ જોડી ટીમના સ્કોરને ૪૬મી ઓવર સુધી ૨૯૭ રનના સ્કોર સુધી ખેંચી ગઈ હતી. જોકે એ સ્કોરે નબી આઉટ થયો હતો. નિસન્કાને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ મળ્યો હતો.
નબીએ સચિન તેન્ડુલકરનો ઑલ્ડેસ્ટ સેન્ચુરિયનનો વિક્રમ પાર કર્યો હતો. નબી ૩૯ વર્ષનો છે. સચિને ૩૮મા વર્ષની ઉંમરે વન-ડેમાં સદી ફટકારી હતી. યુએઇના ખુર્રમ ખાને ૪૩ વર્ષની ઉંમરે ફટકારેલી સદીનો વિશ્ર્વવિક્રમ છે. ઉ