સ્પોર્ટસ

‘ન્યુઝીલેન્ડ વાલોં કો ક્યા જવાબ દોગે’ નોઇડા ક્રિકેટ સ્ટેડીયમને જોઈને અફગાનસ્તાનના કેપ્ટને આવું કેમ કહ્યું?

નવી દિલ્હી: છેલ્લા કેટલાક વર્ષોથી અફઘાનિસ્તાનની ક્રિકેટ ટીમ (Afghanistan Cricket team) મજબુત ટીમ બનીને આગળ આવી છે. 2024નું વર્ષ અત્યાર સુધી અફઘાનિસ્તાનની ટીમ માટે મહત્વપૂર્ણ રહ્યું છે, અફઘાનિસ્તાનની ટીમ શાનદાર પ્રદર્શન કરીને T20 વર્લ્ડ કપના સેમિફાઇનલમાં પહોંચી હતી. અફઘાન ટીમના આ પ્રદર્શનની સમગ્ર ક્રિકેટ વિશ્વમાં પ્રશંસા થઈ હતી. T20 વર્લ્ડ કપ બાદ અફઘાનિસ્તાનની ટીમ ફરી એકવાર મેદાન પર રમતી જોવા મળશે.

અફઘાનિસ્તાનની ટીમ પ્રથમ વખત ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ મેચ રમશે. અફઘાનિસ્તાન વિરુદ્ધ ન્યુઝીલેન્ડની એક ટેસ્ટ મેચ ભારતમાં યોજાશે. 9 સપ્ટેમ્બરે ગ્રેટર નોઈડાના સ્ટેડિયમમાં આ ટેસ્ટ મેચ રમાશે. આ મેચ માટે અફઘાનિસ્તાનની 20 સભ્યોની ટીમ 28 ઓગસ્ટે ભારત પહોંચી હતી.

આ પણ વાંચો :આ સાઉથ આફ્રિકન બોલરે સૂર્યકુમારના કેચની મજાક ઉડાવી, ટ્રોલ થયા બાદ સ્પષ્ટતા કરવી પડી…

અફઘાની ખેલાડીઓએ પ્રેક્ટીસ પણ શરુ કરી છે. ગુરુવારે ભારે વરસાદને કારણે ટીમ યોગ્ય રીતે પ્રેક્ટીસ કરી શકી ન હતી. રિપોર્ટમાં મુજબ પ્રેક્ટિસ પિચમાં પાણી ભરાઈ ગયું હતું અને ગ્રાઉન્ડ સ્ટાફે ગ્રાઉન્ડને સૂકવવા માટે બે ફેનનો ઉપયોગ કર્યો હતો. રિપોર્ટમાં વધુમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 30-યાર્ડ સર્કલને સુરક્ષિત રાખવા માટે કોઈ સુપર-સોપર અથવા કવર નથી. અફઘાનિસ્તાનના બોલિંગ કોચ હામિદ હસનને ઓછી ભીનાશ સાથે 10-યાર્ડની જગ્યા શોધવામાં મુશ્કેલી પડી હતી.

એક અહેવાલ મુજબ અફઘાનિસ્તાનના કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીએ મજાક કરતા કહ્યું કે “દોસ્તો, આપણે આપણા સ્વિમ ગિયર લાવવા જોઈતા હતા. આ તરવા માટે સારી જગ્યા છે,” ત્યારબાદ કેપ્ટને અધિકારીઓને હિન્દીમાં કહ્યું: “સર હમ લોગો કો આદત હૈ, લેકિન ન્યુઝીલેન્ડ વાલોં કો ક્યા જવાબ દોગે.”

આ પણ વાંચો : IPL: LSG રોહિત શર્મા પર રૂ.50 કરોડનો દાવ લગાવશે! જાણો LSGના માલિક સંજીવ ગોએન્કાએ શું કહ્યું

અફઘાનિસ્તાનની ટીમ 28 ઓગસ્ટના રોજ કાબુલથી સીધી દિલ્હી પહોંચી હતી, ત્યારબાદ ટીમ ગ્રેટર નોઈડા પહોંચી હતી. ટીમ શહીદ વિજય સિંહ પથિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં એક અઠવાડિયા સુધી પ્રેક્ટિસ કરશે. અફઘાન ટીમે ગઈ કાલે 29 ઓગસ્ટથી પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. આ ટેસ્ટ મેચમાં અફઘાનિસ્તાન ટીમની કેપ્ટનશિપની જવાબદારી હશમતુલ્લાહ શાહિદીના પર રહેશે. આ સિવાય ઈબ્રાહિમ ઝદરાન અને રહમત શાહ ટીમના મુખ્ય ખેલાડીઓ છે.

અફઘાનિસ્તાનનો સૌથી દિગ્ગજ ખેલાડી રાશિદ ખાન આ એક ટેસ્ટ મેચમાં રમતા જોવા નહીં મળે. રાશિદ ખાને ફિટનેસને ધ્યાનમાં રાખીને આગામી એક વર્ષ માટે ટેસ્ટ ક્રિકેટમાંથી બ્રેક લેવાનો નિર્ણય કર્યો છે.

અફઘાનિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે 9 સપ્ટેમ્બરથી રમાનાર ટેસ્ટ મેચ માટે અફઘાનિસ્તાન ટીમની જાહેરાત આવતા અઠવાડિયે કરવામાં આવશે, જેમાં અફઘાનિસ્તાનની 20 સભ્યોની પ્રાથમિક ટીમમાંથી 15 ખેલાડીઓના નામની જાહેરાત કરવામાં આવશે.

નોઈડામાં એક અઠવાડિયા સુધી યોજાનારી ફિટનેસ અને ટ્રેનિંગ સેશનને ધ્યાનમાં રાખીને ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે.

આ ટેસ્ટ મેચ રમવા માટે ન્યુઝીલેન્ડની ટીમ આવતા અઠવાડિયે ભારત પહોંચશે, આ મેચમાં ન્યુઝીલેન્ડની ટીમનું ફોકસ ઓક્ટોબર મહિનામાં ભારત સામેની ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીની તૈયારી પર હશે.

Show More

Related Articles

Back to top button
ભારતની શાન છે આ રેલવે સ્ટેશન, દેશ-વિદેશથી જોવા આવે છે પર્યટકો… આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી બીજી સપ્ટેમ્બરના શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકો થશે માલામાલ… Vitamin B12ના બેસ્ટ સોર્સ છે આ Fruits, આજથી જ શરુ કરી દો સેવન…