સ્પોર્ટસ

બીસીસીઆઇની કઈ ઓફર ઠુકરાવીને હવે અફઘાનિસ્તાનને પસ્તાવો?

ગ્રેટર નોઇડા: અફઘાનિસ્તાન અને ન્યૂ ઝીલૅન્ડની ટેસ્ટ ટીમ પહેલી જ વાર ટેસ્ટમાં આમને-સામને આવ્યા અને ઐતિહાસિક ટેસ્ટ રમવા ભારત આવી, પરંતુ હવે તેમણે ખેલાડીઓએ સતત ત્રણ દિવસથી નિરાશ થવું પડી રહ્યું છે. ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઇડા શહેરમાં ત્રણ દિવસથી વરસાદ પડવાને કારણે બન્ને દેશ વચ્ચેની એકમાત્ર ટેસ્ટ શરૂ જ નથી થઈ શકી. બુધવારના ત્રીજા દિવસે પણ વરસાદને લીધે અને પિચ તથા આઉટફીલ્ડ ભીના હોવાને કારણે સવારે જ રમત રદ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાનની ટેસ્ટનો બીજો દિવસ ધોવાયો, મેદાન સૂકવવા કરવી પડી આ કામગીરી…

Credit : PTI

ખરેખર તો બીસીસીઆઇએ અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડને કાનપુર કે બેન્ગલૂરુમાં આ ટેસ્ટ રમવાની ઓફર કરી હતી, પણ એણે નહોતી સ્વીકારી અને ગ્રેટર નોઇડા પસંદ કર્યું હતું અને હવે અફઘાન બોર્ડને જરૂર પસ્તાવો થતો હશે.

કાબુલથી ગ્રેટર નોઇડા નજીક હોવાથી અફઘાનના ક્રિકેટ બોર્ડે હળવા વરસાદ છતાં ગ્રેટર નોઇડા પસંદ કર્યું હતું, પરંતુ મુશળધાર વરસાદને લીધે હજી રમત જ શરૂ નથી થઈ શકી. નવાઈની વાત એ છે કે ગ્રેટર નોઇડાના સ્ટેડિયમ અને મેદાન બીસીસીઆઇ કે ઉત્તર પ્રદેશ ક્રિકેટ અસોસિયેશનના અંકુશ હેઠળ નથી, પરંતુ સ્થાનિક વહીવટના નિયંત્રણ હેઠળ છે.

ગ્રેટર નોઇડામાં અગાઉ 12 આંતરરાષ્ટ્રીય મૅચ રમાઈ છે, પરંતુ ચાર વર્ષથી (માર્ચ, 2020ની અફઘાનિસ્તાન-આયરલૅન્ડની ટી-20 બાદ) એક પણ ઇન્ટરનૅશનલ મૅચ નથી રમાઈ. ભારતની આ સ્થળે એકેય મૅચ નથી રમાઈ. ફક્ત અફઘાનિસ્તાનની જ મૅચો આ સ્થળે રમાઈ છે અને અફઘાનિસ્તાન માટે આ હોમ-ગ્રાઉન્ડ જેવું છે. જોકે આ ગ્રાઉન્ડના માટીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોવાથી વરસાદનું પાણી સૂકાતાં કે દૂર કરાતાં ખાસ્સો સમય લાગી જાય છે. આખા મેદાન પર ફેલાવી શકાય એટલા કવર જ અહીં નથી એટલે બીસીસીઆઇએ મંગળવારે મદદ કરવા દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ (અગાઉનું નામ ફિરોજશા કોટલા)ના પિચ ક્યુરેટર અંકિત દત્તાને ગ્રેટર નોઇડા મોકલ્યા હતા. આઉટફીલ્ડ સૂકવવા સુપર સૉપર પણ મોકલવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : અફઘાનિસ્તાન સામે ન્યૂ ઝીલૅન્ડ વર્લ્ડ કપની હારનો બદલો લેશે?

ટિમ સાઉધી ન્યૂ ઝીલૅન્ડનો અને હશમતુલ્લા શાહિદી અફઘાનિસ્તાનનો કૅપ્ટન છે. જાવાગલ શ્રીનાથ આ ટેસ્ટના મૅચ-રેફરી છે. આ ટેસ્ટ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપનો હિસ્સો નથી.

અફઘાનિસ્તાનનો ઇબ્રાહિમ ઝડ્રાનને ગ્રેટર નોઇડામાં ટેસ્ટ પહેલાંની પ્રૅક્ટિસ દરમ્યાન પગની ઘૂંટીમાં ગંભીર ઈજા થઈ હતી અને ટેસ્ટ-ઇલેવનમાંથી તેના નામની બાદબાકી કરવી પડી હતી. આ ઘટના બાદ ન્યૂ ઝીલૅન્ડના ખેલાડીઓએ ખૂબ કાળજી રાખવી પડી હતી.

Show More

Related Articles

Back to top button
રિટાયર્ડ નેવી ઓફિસર હતા મલાઈકા અરોરાના પિતા, ક્યાં હતી મલાઈકા એ સમયે… સસ્તો આઉટફિટ, નો મેકઅપ લૂક અને તો ય આ રીતે લાઈમલાઈટ લૂંટી Isha Ambaniએ… પૈસાની તંગી દૂર કરશે આ ટીપ્સ આ રીતે ચલાવો AC,વિજળીનું બિલ ઘટશે