સ્પોર્ટસ

શુભમન ગિલ અંગે હવે અભિષેક શર્માએ આપ્યું મહત્ત્વનું નિવેદન, વિશ્વાસ રાખો….

ધર્મશાલાઃ 12 વર્ષની ઉંમરથી શુભમન ગિલ સાથે રમી રહેલા આક્રમક બેટ્સમેન અભિષેક શર્માએ કહ્યું હતું કે શુભમન ગિલ પોતાના ખરાબ ફોર્મમાંથી બહાર આવીને ભારત માટે ટી-20 વર્લ્ડ કપમાં મેચો જીતશે અને આવતા વર્ષે યોજાનારા ટી-20 વર્લ્ડ કપમાં પણ શાનદાર પ્રદર્શન કરશે.

ફોર્મમાં ચાલી રહેલા સંજુ સેમસનને બહાર રાખવામાં આવ્યો હોવાથી ભારતની ટી-20માં પ્લેઈંગ ઈલેવનમાં ગિલની પસંદગી અંગે પ્રશ્નો ઉભા થયા હતા. ગિલ 15 ઇનિંગ્સમાં 13.73ના સ્ટ્રાઇક રેટથી માત્ર 291 રન કરી શક્યો છે. તેણે દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી ટી-20 મેચમાં 28 બોલમાં 28 રન ફટકાર્યા હતા.

ગિલ અને કેપ્ટન સૂર્યકુમાર યાદવના ખરાબ ફોર્મ વિશે પૂછવામાં આવતા અભિષેકે કહ્યું હતું કે હું એક વાત સ્પષ્ટ કરવા માંગુ છું કે તમે વિશ્વાસ રાખો. આ બંને ખેલાડીઓ વર્લ્ડ કપ અને આ શ્રેણીમાં પણ ભારત માટે મેચ જીતશે.

પોતાના બાળપણના મિત્ર ગિલ વિશે તેમણે કહ્યું હતું કે, “હું તેની સાથે ઘણા લાંબા સમયથી રમી રહ્યો છું, ખાસ કરીને શુભમન, તેથી મને ખબર છે કે તે કોઈપણ ટીમ સામે અને કોઈપણ પરિસ્થિતિમાં રન બનાવી શકે છે. મને શરૂઆતથી જ તેના પર ઘણો વિશ્વાસ હતો અને ટૂંક સમયમાં બધા તેને એ જ રીતે ઓળખશે અને તેના પર વિશ્વાસ કરશે.”

અભિષેકે કહ્યું હતું કે તેણે ડિસેમ્બરના હવામાનને ધ્યાનમાં રાખીને બેટિંગ કરી હતી. તમારે ધ્યાનમાં રાખવું પડશે કે બોલ સ્વિંગ થઈ રહ્યો છે કે સીમ થઈ રહ્યો છે. મેં કેટલાક શોટ રમ્યા જે ફક્ત આવી વિકેટ પર જ રમી શકાય છે.

આ પણ વાંચો…‘જો વર્કલોડ હોય તો… IPL છોડી દો!’ કોચ ગૌતમ ગંભીરે શુભમન ગિલને આપી ચેતવણી!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button