સ્પોર્ટસ

ભારતના આયુષે યુએસ ઓપન સુપર 300નું ટાઇટલ જીત્યુંઃ તન્વી ફાઇનલમાં હારી…

આયોવા (અમેરિકા): ભારતના ઊભરતા બેડમિન્ટન ખેલાડી આયુષ શેટ્ટીએ યુએસ ઓપન સુપર 300ના મેન્સ સિંગલ્સની ફાઇનલમાં કેનેડાના બ્રાયન યાંગ સામે સીધી ગેમમાં જીત મેળવીને પોતાનું પહેલું બીડબલ્યૂએફ વર્લ્ડ ટૂર ટાઇટલ જીત્યું છે. 2023 જૂનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપના બ્રોન્ઝ મેડલ વિજેતા 20 વર્ષીય આયુષે રવિવારે 47 મિનિટમાં ત્રીજા ક્રમાંકિત ખેલાડી યાંગને 21-18, 21-13થી હરાવ્યો હતો.

મહિલા સિંગલ્સની ફાઇનલમાં 16 વર્ષીય તન્વી શર્મા ત્રણ ગેમના મુશ્કેલ મુકાબલામાં ટોચના ક્રમાંકિત ખેલાડી અમેરિકાની બેવન ઝાંગ સામે હારી ગઈ અને રનર-અપ રહી હતી. પોતાની પહેલી વર્લ્ડ ટૂર ફાઇનલ રમી રહેલી તન્વી 46 મિનિટમાં 11-21, 21-16, 10-21થી ફાઇનલ હારી ગઈ હતી.

tanvi sharma badminton

આયુષની યાંગ સામે આ ત્રીજી જીત હતી. તેણે આ વર્ષની શરૂઆતમાં મલેશિયા ઓપન અને તાઇપેઈ ઓપનમાં તેને હરાવ્યો હતો. પુરુષોની સિંગલ્સની ફાઇનલ 6-6ના સ્કોરથી શરૂ થઈ હતી, પરંતુ ચોથા ક્રમાંકિત આયુષે યાંગ પર 11-6 ની લીડ મેળવી હતી. યાંગે અંતર ઘટાડીને 13-11 કર્યું અને 16-16 પર બરાબરી કરી, પરંતુ આયુષે શરૂઆતની ગેમ જીતી લીધી.

બીજી ગેમમાં ભારતના સ્ટાર શટલરે 7-2ની લીડ મેળવી, પરંતુ યાંગે થોડા સમય પછી સ્કોર બરાબરી કરી દીધો. જોકે, ભારતીય ખેલાડીએ પોતાનો સંયમ જાળવી રાખ્યો હતો. આયુષ 2023 ઓડિશા માસ્ટર્સ સુપર 100 ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચવા ઉપરાંત 2023 બહેરીન ઇન્ટરનેશનલ અને 2024 ડચ ઓપનની ફાઇનલમાં પહોંચ્યો હતો.

મહિલા સિંગલ્સની ફાઇનલમાં તન્વીને શરૂઆતથી જ સંઘર્ષ કરવો પડ્યો હતો કારણ કે ઝાંગે પહેલી ગેમમાં 11-5ની લીડ મેળવી હતી. બીજી ગેમમાં તન્વીએ આક્રમક રમત રમી અને 4-0ની લીડ મેળવી હતી.બીજી ગેમમાં શરૂઆતમાં તન્વી 11-09 આગળ હતી. ઝાંગે ફરીથી ભૂલો કરી અને તન્વીએ તેનો સંપૂર્ણ લાભ ઉઠાવીને બીજી ગેમ જીતી લીધી અને મેચ નિર્ણાયક ગેમમાં ગઈ હતી. જોકે, ત્રીજી ગેમમાં ઝાંગે શાનદાર વાપસી કરી મેચ પણ જીતી લીધી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button