પાકિસ્તાન સામે રમીને કમાણી કરવાની તક નહીં છોડી! આદિત્ય ઠાકરેએ કરી BCCI ની આકરી ટીકા | મુંબઈ સમાચાર
નેશનલસ્પોર્ટસ

પાકિસ્તાન સામે રમીને કમાણી કરવાની તક નહીં છોડી! આદિત્ય ઠાકરેએ કરી BCCI ની આકરી ટીકા

મુંબઈઃ બીબીસીઆઈ દ્વારા મંગળવારે એશિયા કપ 2025 માટે એક ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. આ ટીમમાં સૂર્યકુમાર યાદવ ટીમના કપ્તાન છે, જ્યારે શુભમન ગિલ ટીમના ઉપ કપ્તાન રહ્યાં હતાં. આ જાહેરાત બાદ અત્યારે શિવસેના (યૂબીટી)ના નેતા આદિત્ય ઠાકરેએ બીબીસીઆઈની આલોચના કરી છે એટલું જ નહીં પરંતુ આરોપ લગાવ્યો છે કે, પાકિસ્તાન સામે ક્રિટેકમાં રમીને માત્ર ફાયદો રૂપિયા માટે જ આયોજન કરવામાં આવી રહ્યું છે.

બીસીસીઆઈ લોહી અને રૂપિયા એક સાથે વહી શકે છે?: આદિત્ય ઠાકરે

આદિત્યસ ઠાકરેએ બીબીસીઆઈએ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, લોહી અને પાણી એક સાથે નહીં વહે પરંતુ બીસીસીઆઈ લોહી અને રૂપિયા એક સાથે વહી શકે છે?’ આદિત્ય ઠાકરેએ આ મામલે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાને પત્ર લખીને બીસીસીઆઈ દ્વારા પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચનું જે આયોજન કરવામાં આવ્યો છે તેમાં હસ્તક્ષેપ કરવા માટે અપીલ કરી છે. આદિત્ય ઠાકરેએ એ મામલે પણ સવાલ કર્યો છે કે, એકબાજું એનસીઆરટી પહલગામમાં આતંકવાદીઓ કેવી રીતે આવ્યો તેના પાઠ સામેલ કર્યો છે તે પછી બીસીસીઆઈના અધિકારીઓને પહેલા આ પુસ્તક મોકલવું જોઈએ.

આપણે પાકિસ્તાનની કરતૂતોને દુનિયા સમક્ષ લાવવા માટે અનેક દેશોમાં આપણાં સાંસદોને મોકલ્યાં હતા. પરંતુ હવે આપણી જ બીસીસીઆઈ પાકિસ્તાન સાથે રમવા જઈ રહી છે! બીસીસીઆઈના આ નિર્ણયની અત્યારે ખૂબ જ આલોચના થઈ રહી છે. આખરે શા માટે પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આદિત્ય ઠાકરેનું કહેવું છે કે, ‘બીસીસીઆઈ પાકિસ્તાન સામે રમવા અને કમાણી કરવાનો મોકો છોડતું નથી’.

આ છે એશિયા કપ 2025માં માટે ભારતની ક્રિકેટ ટીમ

સૂર્ય કુમાર યાદવ (C), શુભમન ગિલ (VC), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, જીતેશ શર્મા (WK), જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, સંજુ સેમસન (WK), હર્ષિત સિંહ રાણા, રિંકુ સિંહ.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button