સ્પોર્ટસ

અરે ઓ સાંભા…કિતને આદમી યહાં વૉલીબૉલ ખેલ રહે હૈ?

કાબુલઃ અફઘાનિસ્તાન થોડા વર્ષોથી તાલીબાનના કબજામાં છે એટલે ત્યાં ખેલકૂદને મહત્ત્વ તો આપવામાં આવે છે, પણ પોતાની સ્ટાઇલમાં. આ પ્રાચીન દેશ હાલમાં પુરુષ-પ્રધાન છે જેમાં માત્ર પુરુષો જ રમતગમતમાં ભાગ લઈ શકે છે. એમાંની એક ઘટના રસપ્રદ છે જેમાં કેટલાક ખેલાડીઓ સમંગન પ્રાન્તમાં પહાડો વચ્ચે વૉલીબૉલ રમી રહ્યા છે અને એનો વીડિયો વાઇરલ થયો છે.

સમંગન પ્રાન્તમાં સાક્ષરતાનું પ્રમાણ ખૂબ ઓછું છે. આ પ્રાન્તમાં રહેતા મોટા ભાગના લોકો મૂળ તાજિકિસ્તાનના, ઉઝબેકિસ્તાનના, હઝારિસ્તાનના અને તુર્કીના છે.

આ પ્રાન્તમાં વૉલીબૉલની રમત લોકપ્રિય છે. ત્યાંના એક પર્વતીય વિસ્તારમાં પહાડોની વચ્ચેની ખાઈમાં વૉલીબૉલપ્રેમીઓએ વૉલીબૉલ કોર્ટ બનાવ્યું છે જ્યાં તેઓ લગભગ દરરોજ રમે છે અને તેમને જોવા માટે આસપાસની ટેકરીઓ પર બેસીને લોકો જુએ છે તેમ જ તેમને ચિયર-અપ કરે છે.

આપણ વાંચો: અફઘાનિસ્તાન આ ખેલાડીએ ICC પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ જીતી ઈતિહાસ રચ્યો

અફઘાનિસ્તાનની આ વૉલીબૉલ મૅચ જોવા માટે લોકો જે રીતે ચારેય કોર ઊંચી ટેકરી પર બેઠેલા છે એ સીન બૉલીવૂડની સૌથી સફળ અને સૌથી લોકપ્રિય ફિલ્મ શોલે'નો ગબ્બર સિંહવાળા દૃશ્યોની યાદ અપાવે છે. સોશિયલ મીડિયામાં અફઘાનીઓની આ પ્રકારની વૉલીબૉલ મૅચનો વીડિયો જોઈને કેટલાકે રમૂજી ટિપ્પણીઓ કરી છે.

રેડિટ પર માર્ટિન-મૅકડૉગલ લખે છે,પ્રેક્ષકોમાંથી જો કોઈને કોઈ ટીમનો પર્ફોર્મન્સ ન ગમે તો તેઓ ઉપર બેઠા-બેઠા તેમના પર પથ્થરનો વરસાદ આસાનીથી વરસાવી શકે.’

આપણ વાંચો: અફઘાનિસ્તાને અજય જાડેજા અને ટ્રૉટને ભૂલીને આ પાકિસ્તાનીને બનાવી દીધો મેન્ટર…

બીજો એક રમતગમતપ્રેમી લખે છે, આ દૃશ્ય અનોખું છે, પણ એમાં મહિલાઓ કેમ નથી?' ત્રીજો યુરોપિયન સ્પોર્ટ્સલવર લખે છે,આ રીતે મૅચ રમાય તો પ્રેક્ષકોની વચ્ચે ફૂડ પૅકેટ્સ વેચનારાઓ કેવી રીતે પહોંચી શકે? એમાં પણ ખાસ કરીને બિયર વેન્ડર માટે તો કોઈ જગ્યા જ નથી.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button