અત્યારે IPL-2024 રમાઈ રહી છે અને દરેક મેચ એકદમ રસપ્રદ બની રહી છે. દરમિયાન Chennai Super Kings (CSK) Vs Sunriser’s Hydrabaad (SRH)ની ગઈકાલની મેચ ખૂબ જ રોમાંચક રહી હતી. ચેન્નઈએ 78 રનથી હૈદરાબાદને પરાજિત કરીને પોઈન્ટ ટેબલમાં ત્રીજા નંબરે કમબેક કર્યું છે. પણ આ બધા વચ્ચે ગઈકાલે મેચ દરમિયાન Captain Cool તરીકે ઓળખાતા M S Dhoniની પત્ની Sakshi Singhએ કરેલી પોસ્ટ ખૂબ જ વાઈરલ થઈ રહી છે.
આ પોસ્ટમાં સાક્ષીએ CSKને મેચ જલદી પૂરી કરવાની વિનંતી કરી છે કારણ કે બેબી ઓન ધ વે છે… સોશિયલ મીડિયા પર સાક્ષીની આ પોસ્ટ ખૂબ જ ધમાલ મચાવી રહી છે. આ પોસ્ટ જોઈને તમે પણ વિચારમાં પડી ગયા ને કે અહીં સાક્ષી કોના બેબીની વાત કરી રહી છે? શું ધોનીના પરિવારમાં કોઈ નવા સભ્યું આગમન થવાનું છે તો થોડી ધીરજ ધરો. અમે અહીં તમને એના વિશે જ જણાવવા જઈ રહ્યા છીએ.
આપણ વાંચો: M S Dhoniએ Hardik Pandyaને ત્રણ Six મારતાં Rohit Sharmaએ આપ્યું આવું રિએકશન…
વાત જાણે એમ છે કે સાક્ષીએ મેચ દરમિયાન ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરીને અપીલ કરી હતી કે પ્લીઝ આજે ગેમ જલદી પૂરી કરો CSK, બેબી જલ્દી જ આવવાનું છે… એક થનારી ફોઈને તમને બધાને રિક્વેસ્ટ છે. સાક્ષીની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહી છે. પણ સાક્ષીએ આ પોસ્ટમાં જ ક્લિયર કરી દીધું છે કે ધોની પપ્પા નહીં પણ ટૂંક સમયમાં જ ફૂઆ બનવા જઈ રહ્યો છે અને સાક્ષી ફોઈ…
મેચની વાત કરીએ તો સીએસકેના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે 54 બોલમાં 98 રન બનાવ્યા હતા, જ્યારે શિવમ દૂબેએ પણ 20 બોલમાં 39 રન બનાવીને સીએસકેના સ્કોરને 212 સુધી પહોંચાડવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું.